Corona Update: 81 દિવસ પછી 60 હજાર કરતા ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ
સમગ્ર દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુના આંકડામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 60 હજાર કરતા ઓછા કેસ નોંધાયા છે.
Trending Photos
નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુના આંકડામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 60 હજાર કરતા ઓછા કેસ નોંધાયા છે. જ્યારે 1576 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. શનિવારે કોરોના વાયરસના નવા 60,753 કેસ નોંધાયા હતા અને 1,647 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
81 દિવસ પછી 60 હજારથી ઓછા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ સમગ્ર દેશમાંથી કોરોના વાયરસના નવા 58,419 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા હવે 2,98,81,965 થઈ ગઈ છે. નવા કેસનો આ આંકડો રાહત આપનારો છે કારણ કે 81 દિવસ બાદ દેશમાં 60 હજાર કરતા ઓછા કેસ નોંધાયા છે. એક દિવસમાં 87,619 લોકો કોરોનાને માત આપીને સાજા થયા. કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 2,87,66,009 થઈ છે. હાલ દેશમાં 7,29,243 એક્ટિવ કેસ છે. મોતનો આંકડો પણ ઘટવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1576 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. આ સાથે કુલ મૃત્યુઆંક 3,86,713 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના 27,66,93,572 ડોઝ અપાયા છે.
Recovery Rate increases to 96.27%, Weekly Positivity Rate remains below 5%, currently at 3.43%. Daily positivity rate at 3.22% Ministry of Health
— ANI (@ANI) June 20, 2021
96 ટકા ઉપર થયો રિકવરી રેટ
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેસમાં કોરોનાથી રિકવરી રેટ વધીને હવે 96.27% થયો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 5 ટકા નીચે રહ્યો છે અને હાલ 3.43% છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 3.22% છે.
39,10,19,083 samples tested for #COVID19 up to 19th June 2021. Of these, 18,11,446 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/JUZFaMoSnQ
— ANI (@ANI) June 20, 2021
એક દિવસમાં 18 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ શનિવારે દેશભરમાંથી 18,11,446 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ કોરોના ટેસ્ટનો આંકડો હવે 39,10,19,083 પર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે