Corona Update: કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં હવે કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી લહેરનો પ્રકોપ શમી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 હજાર કેસ નોંધાયા છે.

Corona Update: કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં હવે કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી લહેરનો પ્રકોપ શમી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 553 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં એક દિવસમાં નવા 39,796 કેસ નોંધાયા હતા અને 723 દર્દીઓના મોત થયા હતા. 

એક દિવસમાં નવા 34,703 કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 34,703 દર્દીઓ નોંધાયા છે.  111 દિવસ બાદ આટલા ઓછા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,06,19,932 થયો છે. એક દિવસમાં 51,864 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,97,52,294 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે 4,64,357 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. 

— ANI (@ANI) July 6, 2021

24 કલાકમાં 553 દર્દીના મૃત્યુ
કોરોનાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 553 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 4,03,281 પર પહોંચ્યો છે. દેશમાં કોરોના સામેની લડતમાં સૌથી મહત્વનું હથિયાર રસી છે. હાલ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં રસીના 35,75,53,612 ડોઝ આપવામાં આવ્યા છે. હાલ દેશમાં રિકવરી રેટ 97.17% પર પહોંચ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news