Corona Update: ઘટી રહ્યો છે કોરોનાનો પ્રકોપ!, દેશમાં એક દિવસમાં આટલા નવા કેસ નોંધાયા, જાણો લેટેસ્ટ અપડેટ
કોરોનાનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. પરંતુ આમ છતાં મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. પરંતુ આમ છતાં મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2.40 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 3700થી વધુ મોત થયા છે.
એક દિવસમાં 2.40 લાખથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના નવા 2,40,842 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,65,30,132 થયો છે. એક દિવસમાં 3,55,102 લોકો રિકવર પણ થયા. દેશમાં અત્યાર સુધીમાં 2,34,25,467 લોકોએ કોરોનાને માત આપી છે. જો કે હજુ દેશમાં 28,05,399 એક્ટિવ કેસ છે. એક દિવસમાં 3,741 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં. આ સાથે કુલ મૃત્યુઆંક 2,99,266 થયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 19,50,04,184 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
India reports 2,40,842 new #COVID19 cases, 3,55,102 discharges & 3,741 deaths in last 24 hrs, as per Health Ministry.
Total cases: 2,65,30,132
Total discharges: 2,34,25,467
Death toll: 2,99,266
Active cases: 28,05,399
Total vaccination: 19,50,04,184 pic.twitter.com/dHSDL4JNq8
— ANI (@ANI) May 23, 2021
21 લાખથી વધુ સેમ્પલનું ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ શનિવારે દેશભરમાંથી 21,23,782 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશમાં 32,86,07,937 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે