કોરોનાઃ યૂરોપીય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી, શું ડો. હર્ષવર્ધનના દાવામાં દમ છે?


સ્પેન અને બ્રિટનમાં 24 કલાક દરમિયાન ક્રમશઃ 950 અને 569 લોકોના મોત થયા છે. એકમાત્ર ઇટાલી અને સ્પેનમાં વિશ્વભરમાં મૃત્યુ પામનાર લોકોની અડધી સંખ્યા છે. 

 કોરોનાઃ યૂરોપીય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી, શું ડો. હર્ષવર્ધનના દાવામાં દમ છે?

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસથી સંક્રમણના મામલામાં તેજી જરૂર આવી છે, છતાં અહીંની સ્થિતિ યૂરોપીય દેશોના મુકાબલે સારી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આ દાવો કરતા કહ્યું કે, દિલ્હી મરકઝની એક ઘટનાએ અચાનક બધુ બદલી નાખ્યું. ભવિષ્યની તૈયારીઓ પર સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દેશના કોઈપણ ભાગમાં સ્વાસ્થ્યના ઉપકરણોની કમી આવશે નહીં. તેમણે કહ્યું, ભારત કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. 

યૂરોપીય દેશોની સ્થિતિ
છેલ્લા કેટલાક સપ્તાહથી યૂરોપ આ સંકટનું કેન્દ્ર બનેલું છે, પરંતુ એવા સંકેટ મળ્યા છે કે આ મહામારી ત્યાં એક્સ્ટ્રીમ પર પહોંચી શકે છે. સ્પેન અને બ્રિટનમાં 24 કલાક દરમિયાન ક્રમશઃ 950 અને 569 લોકોના મોત થયા છે. માત્ર ઇટાલી અને સ્પેનમાં વિશ્વમાં મૃત્યુ પામનારની અડધી સંખ્યા છે. 

યૂરોપની સ્થિતિનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોનસનની સાથે-સાથે પ્રિન્સ ચાર્લ્સ સુધી કોરોનાથી સંક્રમિત થયા છે. વડાપ્રધાન જોનસને મોટી સંખ્યામાં લોકોની તપાસ કરવાનું આહ્વાન કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આવનારા એક સપ્તાહમાં દરરોજ 1 લાખ લોકોની તપાસ કરવાનું લક્ષ્ય છે. ખુદ કોવિડ-19ની ઝપેટમાં આવેલા જોનસનની મોટા પાયે તપાસ ન કરાવવાને લઈને ટીકા કરવામાં આવી છે. 

પસ્ત છે સૌથી શક્તિશાળી અમેરિકા
વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા જ જોઈલો. ત્યાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં 1169 લોકોના મોત થયા છે. જોન્સ હોપ્કિન્સ વિશ્વવિદ્યાલયના આંકડા અનુસાર અમેરિકામાં આ સંક્રમિત રોગથી આશરે 6 હજાર લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી 1 હજારથી વધુના મોત છેલ્લા 24 કલાકમાં થયા છે. વ્હાઇટ હાઉસના નિષ્ણાંતોનું કહેવું છે કે આ બીમારીથી 100,000થી 2,40,000 અમેરિકી પોતાનો જીવ ગુમાવી શકે છે. અમેરિકાની આશરે 85 ટકા વસ્તી કોઈને કોઈ રીતે ઘરમાં પૂરાયેલી છે. 

આખરે હર્ષવર્ધનની વાતમાં દમ કેમ છે?
જો વાત ભારતની કરીએ તો અહીં છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ 19ના દર્દીઓની સંખ્યામાં જરૂર વધારો આવ્યો છે, પરંતુ હકીકતમાં નવા 60 ટકા મામલાની લિંક એક ઘટનાથી છે અને તે છે નિઝામુદ્દીન મરકઝમાં તબલિગી જમાતનો ધાર્મિક કાર્યક્રમ 'જોડા'. 

દેશમાં જો 2088 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે તો 156 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોવિડ 19ને કારણે મૃત્યુઆંક અત્યાર સુધી બે આંકડા સુધી સીમિત રહ્યો છે. બીમારીથી એક મોત પણ દુખદ છે, પરંતુ આ ભયાનક મહામારીમાં માત્ર 56 મોતોની સાથે ખરેખર ભારત યૂરોપીય દેશોથી સારી સ્થિતિમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news