ભારત સાથે બોર્ડર પર તણાવ વચ્ચે ચીને વધાર્યા પરમાણુ હથિયાર, આ રિપોર્ટમાં થયો ખુલાસો
Trending Photos
લંડન: ભારત આ સમયે કોરોના વાયરસ (Coronavirus)ની સાથે કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત બોર્ડર પર પણ પાડોસી દેશોની સાથે તણાવની સ્થિતિ છે. છેલ્લા કેટલાક સમયથી લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે તણાવ ભરી સ્થિતિ જોવા મળી રહી છે. જો કે, બંને દેશોની સેનાઓ વાતચીતથી આ મામલે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર ચીને તેના પરમાણુ હથિયારમાં વધારો કર્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ગત વર્ષે 10 શસ્ત્રો ઉમેરીને પોતાનું પરમાણુ શસ્ત્રાગાર વધાર્યું હતું, પરંતુ ચીન અને પાકિસ્તાન કરતા દેશમાં ઓછા શસ્ત્રો છે. સ્વીડનના એક મુખ્ય થિંક ટેન્ક દ્વારા સોમવારે જારી કરાયેલા અહેવાલમાં આ માહિતી સામે આવી છે.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઇપીઆરઆઈ) એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત અને ચીન બંનેએ 2019 માં તેમના પરમાણુ જથ્થામાં વધારો કર્યો છે. જ્યારે ચીન પાસે શસ્ત્રાગારમાં કુલ 320 હથિયારો છે, ત્યારે પાકિસ્તાન પાસે 160 હથિયાર છે. જ્યારે ભારત પાસે 150 શસ્ત્રો છે.
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, ચીન તેના પરમાણુ શસ્ત્રાગારને મહત્વપૂર્ણ આધુનિકરણના મધ્યમાં છે. તે પ્રથમ વખત પરમાણુ ત્રિજાતિનો વિકાસવાનો પ્રયત્ન કરી રહ્યું છે જે જમીન તેમજ સમુદ્ર આધારિત મિસાઇલ અને પરમાણુ મિસાઇલ લઇ જવામાં સક્ષમ વિમાનથી બનાવેલું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત અને પાકિસ્તાન તેમના પરમાણુ દળનું કદ અને આકાર તેમજ વિવિધતામાં ધીમે ધીમે વધારો કરી રહ્યા છે. જ્યારે ઉત્તર કોરિયા તેની રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચનાના એક ભાગ તરીકે લશ્કરી પરમાણુ કાર્યક્રમને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખે છે."
સિપરીએ પોતાના 2019ના અહેવાલમાં કહ્યું હતું કે, ચીનના પરમાણુ ભંડારમાં 290 શસ્ત્રો છે, જ્યારે ભારત પાસે લગભગ 130થી 140 શસ્ત્રો છે. પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગારમાં 150થી 160 શસ્ત્રો હતા, જે આ વર્ષના આંકલનમાં પણ એટલા જ છે.
રિપોર્ટ અનુસાર, 1,750 પરમાણુ શસ્ત્રો સાથે અમેરિકા ટોચના સ્થાને છે, જેની પાસે કુલ પરમાણુ શસ્ત્રો 5,800 છે, જ્યારે 1,570 તૈનાત અને 6,375 પરમાણુ શસ્ત્રો સાથે રશિયા બીજા ક્રમે છે. બ્રિટન પાસે કુલ 215 શસ્ત્રો છે.
અહેવાલમાં જણાવાયું છે કે 2020ની શરૂઆતમાં નવ પરમાણુ સંપન્ન દેશ- અમેરિકા, રશિયા, બ્રિટેન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઈઝરાયલ અને ઉત્તર કોરિયાની પાસે કુલ મળીને 13,400 પરમાણુ હથિયાર હતા. આ 2019ની શરૂઆતમાં આ દેશોની પાસે 13,865 પરમાણુ હથિયાર હોવાના સિપરીના અનુમાનથી ઓછા છે.
શસ્ત્રીકરણ, નિ:શસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાનું આકલન કરનાર સિપરીની વાર્ષિક મૂલ્યાંકનમાં કહેવામાં આવ્યું છે કે, પરમાણુ હથિયારોની સંખ્યામાં એકંદરે ઘટાડો થવા છતાં પરમાણું શક્તિઓ તેમના શસ્ત્રાગારનું આધુનિકરણ કરી રહ્યું છે.
તેમણે ચેતવણી પણ આપી હતી કે તણાવ વધી રહ્યો છે અને શસ્ત્ર નિયંત્રણની સંભાવના "અસ્પષ્ટ" થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે