Coronavirus Updates: મહારાષ્ટ્રમાં 36 હજાર, દિલ્હીમાં 15 હજારથી વધુ કેસ, જાણો અન્ય રાજ્યોની સ્થિતિ
આજે મહારાષ્ટ્રમાં કોરોનાના 36,265 નવા કેસ નોંધાયા છે. 13 લોકોના મોત થયા છે અને 8,907 લોકો સાજા થયા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 79 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 876 કેસ નોંધાયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં આજે 36 હજારથી વધુ અને દિલ્હીમાં 15 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. આજે એક દિવસમાં ઓમિક્રોન વેરિએન્ટના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સવારે જાહેર આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં ઓમિક્રોનના રેકોર્ડ 495 કેસ સામે આવ્યા છે. દેશમાં નવા વેરિએન્ટના 2630 કેસ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 90 હજાર 928 કેસ સામે આવ્યા અને 325 લોકોના મૃત્યુ થયા છે. તેનાથી એક દિવસ પહેલા 58 હજાર 097 કેસ સામે આવ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને બે લાખ 85 હજાર 401 થઈ ગયા છે. મૃત્યુ આંક 4 લાખ 82 હજાર 876 થઈ ગયો છે. કુલ અત્યાર સુધી ત્રણ કરોડ 51 લાખ નવ હજાર 286 કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં 36 હજારથી વધુ નવા કેસ
આજે મહારાષ્ટ્રમાં કોરોનાના 36,265 નવા કેસ નોંધાયા છે. 13 લોકોના મોત થયા છે અને 8,907 લોકો સાજા થયા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 79 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 876 કેસ નોંધાયા છે. જેમાંથી 381 સાજા થયા છે. કોરોનાના સક્રિય કેસ વધીને 1,14,847 થઈ ગયા છે. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્યના આરોગ્ય વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે જો મેડિકલ ઓક્સિજનની માંગ 800 મેટ્રિક ટન/દિવસ કરતાં વધી જાય તો તે લોકડાઉન જેવા નિયંત્રણો લાદવાનું વિચારશે. વિભાગે વધુમાં કહ્યું કે જો હોસ્પિટલોમાં 40 ટકાથી વધુ બેડ કોરોના દર્દીઓથી ભરેલા હશે તો લોકડાઉન પ્રતિબંધો પર વિચાર કરવામાં આવશે.
મુંબઈમાં 20 હજારથી વધુ નવા કેસ
મુંબઈમાં આજે કોવિડના 20,181 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનો આંકડો 79,260 છે. પોઝિટિવિટી દર 29.90 ટકા છે. ટેસ્ટ કરાયેલા 67 હજાર સેમ્પલમાંથી 20,181 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. મુંબઈના ધારાવી વિસ્તારમાં 107 નવા કેસ નોંધાયા છે, એક્ટિવ કેસનો આંકડો 7,626 ને પાર થઈ ગયો છે.. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ આ જાણકારી આપી છે.
દિલ્હીમાં 15 હજારથી વધુ નવા કેસ
દિલ્હીમાં કોરોના સંક્રમણના 15 હજાર 097 કેસ સામે આવ્યા છે. છ લોકોના મોત થયા છે. એક્ટિવ કેસ 31 હજાર 498 થઈ ગયા છે. પોઝિટિવિટી રેટ 15.35 ટકા થઈ ગયો છે. મહત્વનું છે કે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જાણકારી આપી કે રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરૂવારે કોરોનાના 14 હજાર કેસ સામે આવી શકે છે અને ડેલી પોઝિટિવિટી રેટ લગભગ 14 ટકા સુધી વધી શકે છે. એક દિવસ પહેલા અહીં 10665 નવા કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ દેશમાં ફરી વધી રહ્યાં છે કોરોના કેસ, AIIMS ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યુ- ભૂલથી પણ ન કરો આ ભૂલ
બંગાળમાં ફરી કોરોનાના 15 હજારથી વધુ કેસ
બંગાળમાં કોરોના સંક્રમણના મામલામાં ગુરૂવારે સતત આઠમાં દિવસે ભારે ઉછાળ જોવા મળ્યો છે. છેલ્લા તમામ રેકોર્ડ તોડતા પ્રથમવાર 15 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સાંજે જાહેર કરાયેલા મેડિકલ બુલેટિન અનુસાર પાછલા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોવિડ-19ના રેકોર્ડ 15421 નવા કેસ આવ્યા અને 19 દર્દીના મૃત્યુ થયા છે. તો કુલ મામલામાં અડધાથી વધુ એટલે કે 6569 કેસ માત્ર રાજધાનીમાં કોલકત્તાથી છે.
હરિયાણામાં 2678 સંક્રમિત મળ્યા
હરિયાણામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરૂવારે ઓમિક્રોનના આઠ નવા કેસ સહિત પ્રદેશમાં 2678 સંક્રમિત મળ્યા. આ દરમિયાન 801 લોકો સાજા થયા તો એક દર્દીનું મૃત્યુ થયું છે. સંક્રમિતોમાં મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી પણ સામેલ છે, જે ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. પ્રદેશમાં ઓમિક્રોનના 114 કેસ મળ્યા છે. તેમાંથી 83 દર્દી સાજા થયા છે.
હિમાચલ પ્રદેશમા 498 નવા કેસ
હિમાચલ પ્રદેશમાં 498 નવા કેસ સામે આવ્યા અને 60 દર્દી રિકવર થયા છે. આજે કોઈ મૃત્યુ નોંધાયા નથી. રાજ્યમાં એક્ટિવ કેસ 1655 છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે