Corona Update: દેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, છેલ્લા 24 કલાકના આંકડા ડરામણા

ભારતમાં એક જ દિવસમાં કોવિડ-19 (Covid-19) ના નવા 81,484 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના (Coronavirus) થી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 64 લાખ પહોંચવા આવી છે. આ બાજુ 53 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 8370 ટકા થયો છે. 
Corona Update: દેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, છેલ્લા 24 કલાકના આંકડા ડરામણા

નવી દિલ્હી: ભારતમાં એક જ દિવસમાં કોવિડ-19 (Covid-19) ના નવા 81,484 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના (Coronavirus) થી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 64 લાખ પહોંચવા આવી છે. આ બાજુ 53 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 8370 ટકા થયો છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં  63,94,069 કેસ નોંધાયા છે. જેમાંથી 99,773 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે  53,52,078 લોકો સાજા થઈ ગયા છે. 9,42,217 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં 1095 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

The total cases include 9,42,217 active cases, 53,52,078 cured/discharged/migrated & 99,773 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/XxeMtrrlpa

— ANI (@ANI) October 2, 2020

જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમની ટકાવારી જોઈએ તો 14.74 ટકા છે. કોરોના વાયરસથી મૃત્યુ દર 1.56 ટકા છે. ભારતમાં કોવિડ-19ના કેસ સાત ઓગસ્ટના રોજ 20 લાખ પાર, 23 ઓગસ્ટના રોજ 30 લાખ પાર, પાંચ સપ્ટેમ્બરે 40 લાખ પાર, 16 સપ્ટેમ્બરે 50 લાખ પાર અને 28 સપ્ટેમ્બરે 60 લાખ પાર થયા છે. 

IMCRના જણાવ્યા મુજબ દેશમાં એક ઓક્ટોબર સુધીમાં 7,67,17,728 નમૂનાનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 10,97,947 નમૂનાનું પરિક્ષણ ગઈ કાલે કરાયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news