ઈંડામાંથી બહાર આવતા બેબી કોબ્રાએ બતાવ્યા તેવર, વાયરલ થયો આ video

આ વીડિયોને લાઈફ ઓન અર્થ નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતા તેના પર લખ્યું છે કે, જુઓ આ નવજાત બેબી કિંગ કોબ્રા

ઈંડામાંથી બહાર આવતા બેબી કોબ્રાએ બતાવ્યા તેવર, વાયરલ થયો આ video

ઝી મીડિયા/બ્યૂરો :કોબ્રા તો કોબ્રા હોય, ભલે તે નાના હોય કે મોટો. કોબ્રાને પોતાના ફેણ ફેલાવતા તો અનેકવાર જોયો હશે, પણ શું તમે જન્મ લેતાની સાથ જ બેબી કોબ્રાને ફેણ ફેલાવતા જોયો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ઈંડામાંથી નીકળતા જ બેબી કોબ્રા ફેણ મારી રહ્યો છે. 

આ પણ વાંચો : અંબાજી દર્શન કરવા પહોંચે તે પહેલા કારમાં પટેલ પરિવારના ત્રણ લોકો જીવતા ભૂંજાયા  

આ વીડિયોને લાઈફ ઓન અર્થ નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતા તેના પર લખ્યું છે કે, જુઓ આ નવજાત બેબી કિંગ કોબ્રા.

— Life on Earth (@planetpng) September 18, 2020

આ વીડિયો અંદાજે 24 સેકન્ડનો છે, જેમાં લોકો આ બેબી કોબ્રાને બહુ જ પસંદ કરી રહ્યાં છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે ઈંડામાંથી નીકળતો બેબી કોબ્રા વારંવાર પોતાની ફેણ ફેલાવી રહ્યો છે. તે ફેણ હલાવવાની સાથે સાથે કરડવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news