જંતર-મંતર પર સુશાંતને ન્યાય અપાવવા ધરણા, મુંબઇથી આવેલા મિત્રોએ કરી આ માંગ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput) ને ન્યાય અપાવવા માટે જંતર મંતર પર એક ધરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન તમામે મૌન ધારણ કર્યું અને સુશાંતના ફોટાની આગળ દીવો પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પરિવારને ન્યાય અપાવવાનો અવાજ બુલંદ કર્યો. 
જંતર-મંતર પર સુશાંતને ન્યાય અપાવવા ધરણા, મુંબઇથી આવેલા મિત્રોએ કરી આ માંગ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput) ને ન્યાય અપાવવા માટે જંતર મંતર પર એક ધરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન તમામે મૌન ધારણ કર્યું અને સુશાંતના ફોટાની આગળ દીવો પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પરિવારને ન્યાય અપાવવાનો અવાજ બુલંદ કર્યો. 

સમર્થકોને એકજૂટ થવાની અપીલ
જોકે સુશાંતના મિત્ર ગણેશ હિવાડેકર અને અંકિત આચાર્ય મુંબઇથી આ મુદ્દે આવ્યા છે જેથી તેમના મિત્રના મોતના મામલે ન્યાય અપાવવાની ચળવળને ઝડપી થઇ શકે. 

ધરણામાં ત્રણ દિવસ બસ પાણી પસાર કર્યા
ગણેશ હિવાડેકર અને અંકિત આચાર્યનું કહેવું છે કે તે બસ ઇચ્છે છે કે કોઇપણ ભોગે સુશાંતને ન્યાય અપાવવા માટે પ્રગટાવવામાં આવેલી મસાલ ઓલાવવી ન જોઇએ. એટલા માટે સતત ત્રણ દિવસ સુધી દિલ્હીના દિલ નજીક જંતર-મંતર પર ધરણા આપશે અને આ દરમિયાન ફક્ત પાણી પીને પ્રદર્શન કરવાની સાથે જ પ્રાર્થના કરશે. 

DEL PROTEST FOR SUSHANT STILL

મહારાષ્ટ્ર સરકાર પર વિશ્વાસ નહી
અહીં હાજર લોકોએ મહારાષ્ટ્રના સરકાર વિરૂદ્ધ નારેબાજી કરતાં સુશાંતના હત્યારાઓને ફાંસી આપવી. 302 ના નારા લગાવનાર આ યુવાનોમાં કોઇ પશ્વિમી ઉત્તર પ્રદેશથી આવ્યું છે તો ઘણા લોકો રાજસ્થાનના અલગ-અલગ સ્થળોએથી અહીં સુશાંતને ન્યાય અપાવવા માટે ચળવળને તેજ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news