ભારત-ચીન સરહદ વિવાદ, 1975 બાદ પ્રથમવાર LAC પર શહીદ થયા જવાન


ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર હિંસક ઝડપ થઈ છે. તેમાં ચીન તરફથી થયેલા હુમલામાં ભારતના ત્રણ જવાન શહીદ થયા છે. ભારત અને ચીન પર 1975 બાદ પ્રથમ ઘટના છે જ્યારે બંન્ને તરફથી સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. 
 

ભારત-ચીન સરહદ વિવાદ, 1975 બાદ પ્રથમવાર LAC પર શહીદ થયા જવાન

નવી દિલ્હીઃ ભારત અને ચીનની સરહદ પર જ્યાં 4 દાયકાથી હિંસા જોવા મળી નથી ત્યાં માહોલ સોમવારે રાત્રે અચાનક બદલી ગયો હતો. ચીન તરફથી લદ્દાખ સરહદ પર હિંસા થઈ જેમાં આપણી સેનાએ એક અધિકારી અને બે જવાનોને ગુમાવી દીધા છે. આવુ આશરે 45 વર્ષ બાદ બન્યું છે કે ભારત-ચીન સરહદ પર હિંસામાં કોઈ સૈનિક શહીદ થયો છે. આમ તો માનવામાં આવે છે કે એલએસી બોર્ડર પર છેલ્લે ફાયરિંગ (બંન્ને તરફથી) 1967માં થયું હતું, પરંતુ તે સત્ય નથી. ચીન તરફથી 1975માં પણ ભારતીય સૈનિકો પર હુમલો થયો હતો. 

1967ની સંપૂર્ણ કહાની
ભારત અને ચીન વચ્ચે છેલ્લી ગોળીના રૂપમાં વર્ષ 1967ને યાદ કરવામાં આવે છે. એટલે કે 53 વર્ષ પહેલા. આ હિંસક અથડામણ સિક્કિમમાં થઈ હતી. ચીન ત્યાં એટલા માટે ગુસ્સે છે કે 1962ના યુદ્ધ બાદ ભારત તે વિસ્તારમાં પોતાની સ્થિતિ સતત સારી કરી રહ્યું હતું. 1967ના તે યુદ્ધમાં ભારતના 80 જવાન શહીદ થયા હતા. તો ચીનના આશરે 400 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 

1975માં ચીને ફરી કર્યો હતો હુમલો
બંન્ને દેશ તરફથી છેલ્લે ગોળીબારી 1967માં જરૂર થઈ હતી પરંતુ તેના 8 વર્ષ બાદ પણ ચીને હુમલો કર્યો હતો. 1975ના આ હુમલામાં ચાર ભારતીય સૈનિક શહીદ થયા હતા. ત્યારે ભારત સરકારે કહ્યું હતું કે, ચીને સરહદ ક્રોસ કરી છે, પરંતુ દર વખતની જેમ ચીને ઇનકાર કરી દીધો હતો. 

લદાખ: ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝડપ, ભારતીય સેનાના 3 જવાન શહીદ

મોદીએ કરી હતી ચીનની પ્રશંસા
લાખ તણાવ છતાં ચીની સરહદ પર હિંસા ન થવાની પ્રશંસા પીએમ મોદી પણ કરી ચુક્યા છે. તેમણે ખુદ એક ઈન્ટરવ્યૂમા કહ્યુ હતું કે, બંન્ને દેશો તરફથી સરહદ પર એકપણ ગોળી ચલાવવામાં આવી નથી જે બંન્નેની પરિપક્વતા દેખાડે છે. અત્યાર સુધી કોરોના વાયરસ પર ખુલેલી પોલ પર ચીન ઘેરાયેલુ છે તો શું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેના પર પોતાનું સ્ટેન્ડ બદલશે? તે જોવાનું રહેશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news