ભારત-ચીન સીમા વિવાદ: ફક્ત 'વિશ્વસનીય'સ્ત્રોતો પાસેથી ખરીદવામાં આવશે ટેલીકોમ ઉપકરણ, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) એ પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્વિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખતાં, કેબિનેટે ટેલિકોમ ક્ષેત્ર માટે સિક્યોરિટી ડાયરેક્ટિવ્સ (National Security Directive) ને મંજૂરી આપી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે LAC પર ગત થોડા મહિનાથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ભારત સરકારે ચીનને એક મોટો આંચકો આપવાની તૈયારી કરી લીધી છે. બુધવારે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તે કેટલાક 'વિશ્વસનીય' ટેલિકોમ વેંડર્સની યાદી બનાવશે, જ્યાંથી ટેલિકોમ સાથે જોડાયેલા ઉપકરણો ખરીદી શકાય. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે સરકારે આ નિર્ણય બાદ આગામી દિવસોમાં દિવસોમાં ચીની ટેલિકોમ વેંડર્સને મોટો આંચકો લાગી શકે છે. સરકાર આ યાદી જાહેર કરી ઘણા ટેલિકોમ વેંડર્સને બ્લેકલિસ્ટ પણ કરી શકે છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) એ પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્વિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખતાં, કેબિનેટે ટેલિકોમ ક્ષેત્ર માટે સિક્યોરિટી ડાયરેક્ટિવ્સ (National Security Directive) ને મંજૂરી આપી દીધી છે.
તેના હેઠળ, સપ્લાઇ ચેન સિક્યોરિટી બનાવી રાખવા માટે સરકાર ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરના ફાયદા માટે વિશ્વસનીય સ્રોતો, વિશ્વસનીય ઉત્પાદનોની એક યાદી જાહેર કરશે. તેમણે કહ્યું કે આ પ્રકારના કેટલાક સ્ત્રોતોની એક યાદી હશે જેમની પાસે કોઇ ખરીદી કરી શકાશે નહી.
Cabinet Committee on Security gives approval for National Security Directive on Telecommunication Sector. Under this, in order to maintain integrity of supply chain security, Govt will declare a list of trusted sources/products for benefit of telecom service providers: RS Prasad pic.twitter.com/3BLM0GqekF
— ANI (@ANI) December 16, 2020
તેમણે કહ્યું કે 'વિશ્વસનીય' ટેલિકોમ વેંડર્સની યાદી બનાવવાનું કામ રાષ્ટ્રીય સાઇબર સુરક્ષા કોઓર્ડિનેટર (National Cyber Security Coordinator) દ્વારા તૈયાર કરવામાં આવશે.
જોકે કેન્દ્રીય મંત્રીએ કોઇપણ કંપની અથવા દેશનું નામ લીધું નથી, જ્યાંથી ઉપકરણોની ખરીદીની પરવાનગી નહી હોય. પરંતુ ભારત સરકારના અધિકારીઓએ ખાનગી રીતે હુઆવેઇ (Huawei) ના બ્લેકલિસ્ટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે અમેરિકાનાએ પણ હુવાવેઇ પર ચીન માટે જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો છે.
The notice inviting application to be issued this month itself and by March 2021 we propose to hold the auction of these spectrums: Union Minister Ravi Shankar Prasad https://t.co/oVcJ1B79y0
— ANI (@ANI) December 16, 2020
આ ઉપરાંત આજે કેબિનેટએ સ્પેક્ટ્રમના ઓક્શન કરવાનો નિર્ણય લીધો છે. કુલ 2251 MHz સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. સ્પેક્ટ્રમમાં પ્રસ્તાવિત હરાજીમાં બેંડ્સ 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz અને 2500 MHz હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સ્પેક્ટ્રમની હરાજીના ઓક્શન માટે અરજી મંગાવવાની પ્રક્રિયા આ મહિને શરૂ કરવામાં આવશે. માર્ચ 2021 સુધી હરાજી કરવાનો ટાર્ગેટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે