Australia vs India 1st Test: તમે અહીં જોઈ શકો છો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ LIVE

Australia Vs India 1st Test Live Streaming: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ એડિલેડમાં ગુરૂવારે રમાશે. આ મેચ ડે-નાઇટ હશે. આ મેચ માટે ભારતીય ટીમે પ્લેઇંગ ઇલેવનની પણ જાહેરાત કરી દીધી છે. 
 

Australia vs India 1st Test: તમે અહીં જોઈ શકો છો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ LIVE

એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝની શરૂઆત ગુરૂવારે એડિલેડ ઓવલ મેદાન પર ડે-નાઇટ ટેસ્ટથી થઈ રહી છે. ભારત માટે આ ફોર્મેટ ખુબ નવું છે. બીજીતરફ ડે-નાઇટ ટેસ્ટ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સૌથી અનુભવી ટીમ છે. ઓસ્ટ્રેલિયાએ ડે-નાઇટ ફોર્મેટમાં સાત ટેસ્ટ મેચ રમી છે, જેમાં ચાર એડિલેડ ઓવલમાં રમી છે. આવો જાણીએ તમે ક્યારે અને ક્યાં આ મેચને લાઇવ જોઈ શકો છો.

ઓસ્ટ્રેલિયા  (AUS) અને ભારત  (IND) વચ્ચે સિરીઝની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ ક્યારે રમાશે?
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સિરીઝની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ 17 ડિસેમ્બરે રમાશે. 

ઓસ્ટ્રેલિયા  (AUS) અને ભારત  (IND) વચ્ચે સિરીઝની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ ક્યાં રમાશે?
ઓસ્ટ્રેલિયા  (AUS) અને ભારત  (IND) વચ્ચે સિરીઝની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચ એડિલેડના ઓવલ મેદાનમાં રમાશે. 

ઓસ્ટ્રેલિયા  (AUS) અને ભારત  (IND) વચ્ચે સિરીઝની એકમાત્ર ડે-નાઇટ કેટલા વાગે શરૂ થશે?
ઓસ્ટ્રેલિયા  (AUS) અને ભારત  (IND) વચ્ચે સિરીઝની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ ભારતીય સમયાનુસાર સવારે 9.30 કલાકે શરૂ થશે. ટોસ સવારે 9 કલાકે થશે.

ઓસ્ટ્રેલિયા  (AUS) અને ભારત  (IND) વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકો છો?
ઓસ્ટ્રેલિયા  (AUS) અને ભારત  (IND) વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચનું લાઇવ પ્રસારણ તમે સોની ટીવીની ચેનલો અને મોબાઇલ પર જીયો ટીવી પર જોઈ શકશો. 

ટીમ આ પ્રકારે છેઃ
ભારત પ્લેઇંગ ઇલેવનઃ વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. 

ઓસ્ટ્રેલિયાઃ ટિમ પેન, જો બર્ન્સ, પેટ કમિન્સ, કેમરન ગ્રીન, માર્કસ હેરિ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મોઇજેસ હેનરિક્સ, માર્નસ લાબુશેન, નાથન લાયન, માઇકલ નેસર, જેમ્સ પેટિન્સન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, મેથ્યૂ વેડ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news