ટેસ્ટિંગ કિટ અંગે ચીને કહ્યું ભારતે અમારી કીટને ખરાબ ક્વોલિટીની કહી તે બેજવાબદાર વલણ

ભારત સરકારે સોમવારે ચીનની બે કંપનીઓને આપેલો રૈપિડ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. હવે આ મુદ્દે ટક્કર ચાલુ થઇ ચુકી છે. ચીને મંગળવારે કહ્યું કે, અમારી કિટ પર ખરાબ ક્વોલિટી હોવાનો સિક્કો મારવો અયોગ્ય છે અને બિન જવાબદાર છે. આવા નિવેદન પૂર્વાગ્રહથી યુક્ય છે. ચીને કહ્યું કે, અમે કોરોનાવાયરસ સાથે લડાઇમાં ઇમાનદારીથી ભારતનું સમર્થન કરી રહ્યા છીએ અને તેના માટે નક્કર પગલા પણ ઉઠાવી રહ્યા છીએ.
ટેસ્ટિંગ કિટ અંગે ચીને કહ્યું ભારતે અમારી કીટને ખરાબ ક્વોલિટીની કહી તે બેજવાબદાર વલણ

નવી દિલ્હી : ભારત સરકારે સોમવારે ચીનની બે કંપનીઓને આપેલો રૈપિડ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. હવે આ મુદ્દે ટક્કર ચાલુ થઇ ચુકી છે. ચીને મંગળવારે કહ્યું કે, અમારી કિટ પર ખરાબ ક્વોલિટી હોવાનો સિક્કો મારવો અયોગ્ય છે અને બિન જવાબદાર છે. આવા નિવેદન પૂર્વાગ્રહથી યુક્ય છે. ચીને કહ્યું કે, અમે કોરોનાવાયરસ સાથે લડાઇમાં ઇમાનદારીથી ભારતનું સમર્થન કરી રહ્યા છીએ અને તેના માટે નક્કર પગલા પણ ઉઠાવી રહ્યા છીએ.

ભારત ખાતે ચીનનાં દૂતાવાસના પ્રવક્તા જિ રોંગે કહ્યું કે, ચીનની તરફથી એક્સપોર્ટ કરવામાં આવનારા મેડિકલ પ્રોડક્ટની ક્વોલિટીનું સંપુર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) ની તપાસમાં આવેલા પરિણામો અને તેના નિર્ણયથી અમે ખુબ જ ચિંતિત છીએ. ચીની કંપનીઓએની રેપિડ ટેસ્ટ કિટ અનેક દેશોમાં સારા પરિણામો આપી રહી છે. તેમાં યૂરોપ, એશિયા અને લેટિન અમેરિકાના અનેક દેશો છે. આશા કરવામાં આવી રહી છે કે, ભારતીય પક્ષ ચીનની સદ્ભાવના અને ઇમાનદારીનું સન્માન કરતા ચીની કંપનીઓની સાથે આ મુદ્દાનો ઉકેલ લાવી શકે છે.

ચીને કહ્યું ભારતને આગળ પણ સહયોગ આપતા રહીશું
જી રોંગે કહ્યુંકે, કોરોના વાયરસ માનવજાતીનો દુશ્મન છે. માત્ર એક સાથે કામ કરીને જ આપણે આ મહામારીની વિરુદ્ધ લડાઇ જીતી શકીએ છીએ. ચીન અને ભારતે મહામારીને અટકાવવા અને નિયંત્રણ અંગે સહયોગ રાખવો જરૂરી છે. ભારતમાં સંક્રમણ વધતા ચીને મહામારી મુદ્દે પોતાના અનુભવો વહેંચવા અને ભારતને ચિકિત્સા સામગ્રી આપી. અમે આગળ પણ કોવિડ 19 સામે લડવા માટે ભારતનાં પ્રયાસોનું સમર્થન કરતા રહીશું. 

ICMR એ જ કિટને એપ્રુવ કર્યાનો ચીની કંપનીઓનો દાવો
રેપિડ એન્ટિ બોડી ટેસ્ટ બનાવનારી ચીની કંપનીએ ગ્વાંગ્ઝૂ વોંડફો બાયોટેક અને લિવઝોન ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડે કહ્યું કે, ટેસ્ટિંગ કિટને આઇસીએમઆર અને પુણેની નેશનલ ઇન્સિટ્યુટ ઓફ વાયરોલોજીએ જ એપ્રુવ કરી હતી. કંપનીએ ટેસ્ટિંગ કીટ ખરાબ હોવા અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રૈપિડ કિટમાં નિશ્ચિત પ્રક્રિયા હેઠળ જ ટેસ્ટ કરવા જોઇએ. ટેસ્ટ કરવામાં કોઇ ભુલ નહી થાય. જેના પરિણામ સાચા નથી આવ્યા. બંન્ને કંપનીઓએ ભારતીય અધિકારીઓ સાથે તપાસનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news