India અને China એ Gogra Heights થી પોતાના સૈનિકો પાછળ હટાવ્યા, અસ્થાયી સ્ટ્રક્ચર પણ હટાવ્યા

પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા 15 મહિનાથી સૈન્ય તણાવ ચાલુ છે.  આ બધા વચ્ચે 12માં રાઉન્ડની કોર કમાન્ડર સ્તરની વાતચીત બાદ બંને દેશોએ ઘર્ષણના એક પોઈન્ટ ગોગરા હાઈટ્સથી પોત પોતના સૈનિકોને પાછળ હટાવ્યા છે. 

India અને China એ Gogra Heights થી પોતાના સૈનિકો પાછળ હટાવ્યા, અસ્થાયી સ્ટ્રક્ચર પણ હટાવ્યા

નવી દિલ્હી: પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા 15 મહિનાથી સૈન્ય તણાવ ચાલુ છે.  આ બધા વચ્ચે 12માં રાઉન્ડની કોર કમાન્ડર સ્તરની વાતચીત બાદ બંને દેશોએ ઘર્ષણના એક પોઈન્ટ ગોગરા હાઈટ્સથી પોત પોતના સૈનિકોને પાછળ હટાવ્યા છે. 

4-5 ઓગસ્ટના રોજ પાછા હટાવ્યા સૈનિકો
ભારતીય સેનાએ શુક્રવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ગોગરા હાઈટ્સ પર હવે ગતિરોધ પહેલાની સ્થિતિ બહાલ કરી દેવાઈ છે. આર્મીએ કહ્યું કે સૈનિકોને પાછળ હટાવવાની પ્રક્રિયા 4 અને 5 ઓગસ્ટના રોજ કરાઈ. ત્યારબાદથી બંને દેશોના સૈનિકો હવે પોત પોતાના સ્થાયી બેસ પર તૈનાત છે. 

બંને પક્ષોએ બંકર નષ્ટ કર્યા
ભારતીય સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે 'બંને પક્ષોએ ગોગરા વિસ્તારમાં સૈન્ય તૈનાતી માટે બનાવવામાં આવેલા તમામ હંગામી અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કર્યા છે. બંને સેનાઓએ આ પ્રક્રિયાનું પોત પોતાના સ્તર પર વેરિફિકેશન કર્યું છે. બંને પક્ષોએ વિસ્તારની સ્થિતિને ગતિરોધ પહેલાની સ્થિતિમાં બહાલ કરી દીધી છે.'

નવી તૈનાતી અટકી
આર્મીએ  કહ્યું કે સૈનિકોને પાછળ હટાવવાની સમજૂતિ એ સુનિશ્ચિત કરશે કે ગોગરામાં વાસ્તવિક નિયંત્રણ રેખાનું બંને પક્ષો કડકાઈથી અનુપાલન અને સન્માન કરશે. આ સાથે જ યથાશક્તિમાં એકતરફી રીતે કોઈ ફેરફાર ન થાય. આર્મીએ કહ્યું કે આ એક્શન સાથે જ બંને પક્ષોએ ગોગરામાં ફોરવર્ડ પોસ્ટની સૈનિકોની તૈનાતીના કામને એક તબક્કાવાર, સમન્વિત અને સત્યાપિત રીતે રોકી દીધી છે. 

ભારતીય સેનાએ કહ્યું કે ગોગરા હાઈટ્સ પર આ કાર્યવાહીની સાથે જ આમને સામનેની સ્થિતિવાળા એક વધુ સંવેદનશીલ વિસ્તારનું સમાધાન થઈ ગયું છે. બંને પક્ષોએ વાર્તાને આગળ લઈ જવા માટે અને પશ્ચિમ સેક્ટરમાં એલએસી પર બાકીના મુદ્દાઓનું પણ સમાધાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. 

દેશની સરહદની રક્ષા માટે કટિબદ્ધ
ભારતીય સેનાએ કહ્યું કે ભારતીય થળ સેના, ITBP સાથે મળીને રાષ્ટ્રના સાર્વભૌમત્વને જાળવી રાખવા અને પશ્ચિમ સેક્ટરમાં એલએસી પર શાંતિ અને સ્થિરતા જાળી રાખવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. અત્રે જણાવવાનું કે ગોગરા હાઈટ્સને પેટ્રોલિંગ પોઈન્ટ- 17એ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરકાર પૂર્વ લદાખનો ઉલ્લેખ પશ્ચિમ સેક્ટર તરીકે કરે છે. 

31 જુલાઈના રોજ થઈ હતી 12માં રાઉન્ડની બેઠક
અત્રે જણાવવાનું કે ભારત અને ચીનના કોર કમાન્ડરો વચ્ચે 31 જુલાઈના રોજ 12માં રાઉન્ડની બેઠક થઈ હતી. પૂર્વ લદાખના ચુશુલ મોલ્ડો મીટિંગ પોઈન્ટ પર થયેલી બેઠકમાં બંને પક્ષોએ સરહદ પર તણાવ ઓછો કરવા માટે લગભગ 12 કલાથી વધુ ચર્ચા કરી હતી. આ બેઠકમાં બંને દેશ ગોગરા હાઈટ્સથી સૈનિકો પાછા ખેંચવા પર સહમત થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news