ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની જલદી ભારત વાપસી થઈ શકે છે-સૂત્ર

ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે હવાઈ સંઘર્ષ થયા બાદ પાકિસ્તાને ભારતીય વાયુસેનાના પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ધરપકડ કરી લીધી. આજે મળી રહેલી માહિતી મુજબ અભિનંદનની જલદી વતન વાપસી થઈ શકે છે. આ માટે ભારત સરકાર દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. 

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની જલદી ભારત વાપસી થઈ શકે છે-સૂત્ર

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે હવાઈ સંઘર્ષ થયા બાદ પાકિસ્તાને ભારતીય વાયુસેનાના પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ધરપકડ કરી લીધી. આજે મળી રહેલી માહિતી મુજબ અભિનંદનની જલદી વતન વાપસી થઈ શકે છે. આ માટે ભારત સરકાર દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને એક ડેમાર્શ (રાજકીય પગલું કે પહેલ) સોંપ્યું છે. જેથી કરીને વિંગ કમાન્ડર અભિનંદનની જલદી સુરક્ષિત વાપસી થઈ શકે. આવું જ એક ડેમાર્શ નવી દિલ્હી સ્થિત પાકિસ્તાનના કાર્યકારી હાઈ કમિશનરને સોંપાયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના હવાલે આ જાણકારી મળી છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરની વાપસી જલદી સુનિશ્ચિત કરવા માટે ભારત અને પાકિસ્તાની વિદેશ મંત્રાલય વચ્ચે ટોપ લેવલે વાર્તા ચાલી રહી છે. 

આ અગાઉ ન્યૂઝ એજન્સી ભાષાના જણાવ્યાં મુજબ ગઈ કાલે પણ વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના કાર્યવાહક હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને તલબ કરીને ભારતીય પાઈલટની તત્કાળ અને સકુશળ છૂટકારાની માગણી કરી હતી. 

— ANI (@ANI) February 28, 2019

મંત્રાલયે કહ્યું કે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કર્યું છે કે ભારતીય રક્ષાકર્મીને કોઈ નુકસાન થવું જોઈએ નહીં. આ સાથે જ એક ઘાયલ રક્ષાકર્મીને પાડોશી દેશ દ્વારા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અને જિનેવા સંધિના નિયમોનું ભંગ કરીને 'અશોભનીય રીતે દેખાડવા' બદલ ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news