100 crore Corona Vaccination in India: કોરોના રસીકરણમાં ભારતે ઈતિહાસ સર્જી નાખ્યો, 100 કરોડ ડોઝનો આંકડો કર્યો પાર, PM મોદીએ કહી આ વાત
ભારતે આજે દુનિયામાં ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના જાદુઈ આંકડાને પાર કર્યો છે. આંતરિયાળ પહાડી વિસ્તારોથી લઈને કાંઠા વિસ્તારો સુધી જે પ્રકારે રસીકરણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે તે પ્રશંસનીય છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતે આજે દુનિયામાં ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના જાદુઈ આંકડાને પાર કર્યો છે. આંતરિયાળ પહાડી વિસ્તારોથી લઈને કાંઠા વિસ્તારો સુધી જે પ્રકારે રસીકરણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે તે પ્રશંસનીય છે. આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ બાદ અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. દેશે 280 દિવસમાં આટલી મોટી સફળતા મેળવી. કદાચ આ જ પરિણામે અનેક રાજ્યોમાં નવા કેસની સંખ્યા તો 100 કરતા પણ ઓછી થઈ ગઈ છે.
India scripts history.
We are witnessing the triumph of Indian science, enterprise and collective spirit of 130 crore Indians.
Congrats India on crossing 100 crore vaccinations. Gratitude to our doctors, nurses and all those who worked to achieve this feat. #VaccineCentury
— Narendra Modi (@narendramodi) October 21, 2021
પીએમ મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી
દેશમાં કોવિડ 19 રસીકરણનો આંકડો 100 કરોડ પાર પહોંચવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આપણા ડોક્ટરો, નર્સો અને તમામ તે લોકોનો આભાર જેમણે આ ઉપલબ્ધિ મેળવવા માટે કામ કર્યું.
Delhi | PM Modi visits RML Hospital as the number of Covid-19 vaccine doses administered in India crosses the 100 crore mark pic.twitter.com/s9X3CSzTTJ
— ANI (@ANI) October 21, 2021
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આજે ભારતે 100 કરોડ કોવિડ રસી લગાવવાની ખુબ મોટી ઉપલબ્ધિ મેળવી છે. આજનો દિવસ ભારતના ઈતિહાસમાં સ્વર્ણિમ દિવસ તરીકે નોંધાશે. આપણે 100 કરોડ રસી ફક્ત 9 મહિનામાં લગાવી છે.
આ અવસરે પીએમ મોદી દિલ્હીમાં આરએમએલ હોસ્પિટલ પહોંચ્યા. પીએમ મોદીએ અહીં ફ્રન્ટ લાઈન વર્કર્સ સાથે મુલાકાત કરી.
India achieves the landmark one billion COVID19 vaccinations mark pic.twitter.com/g7DYqcvgjK
— ANI (@ANI) October 21, 2021
નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વીકે પોલે કોરોના રસીકરણના 100 કરોડના આંકડાને પાર કરવા બદલ ભારતના લોકો અને સ્વાસ્થ્ય કર્મીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે કોઈ પણ દેશ માટે 100 કરોડ ડોઝના આંકડા સુધી પહોંચવું તે ખુબ મોટી ઉપલબ્ધિ છે. ભારતે રસીકરણ કાર્યક્રમ શરૂ થયા બાદથી ફક્ત 9 મહિનામાં જ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
Congratulations to the people&healthcare workers of India. It's remarkable to reach 1 billion dose mark for any nation,an achievement in just over 9 months since the vaccination program started in India: Dr VK Paul, Member-Health,NITI Aayog on India crossing 100 crore vaccination pic.twitter.com/k9VMkf0OlY
— ANI (@ANI) October 21, 2021
ડો. પુનમ ખેત્રપાલ સિંહ (રિજનલ ડાયરેક્ટર, WHO સાઉથ ઈસ્ટ એશિયા) એ 100 કરોડ રસીકરણનો આંકડો પાર કરવા બદલ ભારતને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે એક વધુ માઈલસ્ટોન પાર કરવા બદલ ભારતને શુભેચ્છા.
Congratulations to India for marking yet another milestone, a billion COVID19 vaccine doses administered: Dr Poonam Khetrapal Singh, Regional Director, WHO South-East Asia pic.twitter.com/57ovawckzq
— ANI (@ANI) October 21, 2021
અત્રે જણાવવાનું કે આજે દેશભરમાં 100 સ્મારકોને તિરંગાથી રોશન કરવાની યોજના છે. લાલ કિલ્લા પર 225 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવશે. જેનું વજન લગભગ 1400 કિગ્રા છે.
ભારતમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 18,454 કેસ નોંધાયા છે. હાલ દેશમાં 1,78,831 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 98.15% થયો છે. જે ગત માર્ચ 2020 બાદ સૌથી વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે