Aryan Khan એ ઓછામાં ઓછા 5 દિવસ જેલમાં વિતાવવા પડશે, જામીન પર આ તારીખે થશે સુનાવણી

સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન 14 દિવસથી જેલના સળિયા પાછળ છે. ડ્રગ્સ કેસમાં તે એવો ફસાયો છે કે ક્યાયથી પણ રાહત મળતી જોવા મળી રહી નથી.

Aryan Khan એ ઓછામાં ઓછા 5 દિવસ જેલમાં વિતાવવા પડશે, જામીન પર આ તારીખે થશે સુનાવણી

નવી દિલ્હી: સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન 14 દિવસથી જેલના સળિયા પાછળ છે. ડ્રગ્સ કેસમાં તે એવો ફસાયો છે કે ક્યાયથી પણ રાહત મળતી જોવા મળી રહી નથી. બુધવારે મુંબઈની સ્પેશિયલ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી. ત્યારબાદ તેના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી કરી. બોમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર 26 ઓક્ટોબર મંગળવારના રોજ સુનાવણી હાથ ધરાશે. 

હજુ 5 દિવસ જેલમાં વિતાવવા પડશે
તેનો અર્થ એ થયો કે આર્યન ખાને હજુ ઓછામાં ઓછા પાંચ દિવસ જેલમાં રહેવું પડશે. આર્યન ખાનના વકીલ સતીષ માનશિંદેએ જસ્ટિસ Sambre પાસે જામીન પર સુનાવણી માટે તારીખ માંગી. સતીષ માનશિંદેએ શુક્રવાર કે સોમવારે અરજી પર સુનાવણી કરવાની અપીલ કરી હતી. પરંતુ જસ્ટિસ Sambre એ આર્યનની જામીન અરજી પર સુનાવણી માટે આગામી અઠવાડિયે મંગળવારનો દિવસ ફિક્સ કર્યો છે. 

— ANI (@ANI) October 21, 2021

બોમ્બે હાઈકોર્ટનું કેલેન્ડર
બોમ્બે હાઈકોર્ટના વર્કિંગ ડેઝ પર નજર ફેરવીએ તો કોર્ટ 21 ઓક્ટોબરથી 7 નવેમ્બરથી સુધીમાં ફક્ત 8 દિવસ ચાલશે. 23, 24 ઓક્ટોબરે શનિવાર અને રવિવાર હોવાના કારણે કોર્ટમાં રજા રહેશે. 1-6 નવેમ્બર સુધી દિવાળી બ્રેક રહેશે. ત્યારબાદ 7 નવેમ્બરે રવિવારની રજા રહેશે. 

પુત્રને મળવા જેલ પહોચ્યા શાહરૂખ
આર્યન ખાન 14 દિવસથી જેલમાં છે. કોવિડ પ્રોટોકોલના કારણે અત્યાર સુધી પરિવારના સભ્યોને જેલમાં જઈને કેદીને મળવાની મંજૂરી નહતી. પરંતુ હવે આ રોક હટાવી લેવાઈ છે. ત્યારબાદ તરત શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાનને જેલમાં મળવા પહોંચ્યા. બંનેની મુલાકાત 15 મિનિટ ચાલી. બંનેએ ઈન્ટરકોમ દ્વારા વાતચીત કરી. તેમની વચ્ચે કાચની દિવાલ હતી. આ અગાઉ પુત્ર સાથે વીડિયો કોલથી વાત કરતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news