Independence Day 2023: સ્વતંત્રતા દિવસના અવસરે PM મોદીની મોટી જાહેરાત- 'આગામી વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ફરીથી આવીશ'
Independence Day 2023 Updates: આજે દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો અને ત્યારબાદ પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું.
Trending Photos
Independence Day 2023 Live Updates: આજે દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો. ધ્વજ ફરકાવ્યા બાદ પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું. સ્વતંત્રતા દિવસ પર આ તેમનું સતત 10મું સંબોધન હતું. આ અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તમને બધાને સ્વતંત્રતા દિવસની અનેક શુભકામનાઓ. આ ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિક્સિત ભારતના સંકલ્પને વધુ સશક્ત બનાવો. જય હિંદ.
પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર શુભકામના આપતા કહ્યું કે જનસંખ્યાની દ્રષ્ટિએ પણ આપણે નંબર વન દેશ છીએ. તેમણે કહ્યું કે 140 કરોડનો દેશ, મારા ભાઈ બહેન અને પરિજનો આજે આઝાદીનો પર્વ મનાવી રહ્યા છે. દેશના કોટિ કોટિ લોકોને આઝાદીના આ મહાન પર્વની કોટિ કોટિ શુભકામનાઓ.
#WATCH कुछ दिनों से मणिपुर से लगातार शांति की खबर आ रही है,देश मणिपुर के लोगों के साथ है...समाधान केवल शांति से ही पाया जा सकता है। केंद्र और राज्य सरकार समाधान के लिए हरसंभव प्रयास कर रही है: 77वें स्वतंत्रता दिवस पर पीएम मोदी pic.twitter.com/nAWhY6ngX1
— ANI_HindiNews (@AHindinews) August 15, 2023
મણિપુર હિંસા પર નિવેદન
77માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ મણિપુર હિંસા મુદ્દે પોતાની વાત રજૂ કરી અને શાંતિની અપીલ કરી. તેમણે કહ્યું કે દેશ મણિપુરના લોકો સાથે છે. સમાધાન ફક્ત શાંતિથી જ લાવી શકાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાધાન શોધવાના તમામ પ્રયત્નો કરી રહી છે.
#WATCH जनसांख्यिकी, लोकतंत्र और विविधता की त्रिमूर्ति देश के सपनों को साकार करने की शक्ति रखती है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/nY1GMlaSwX
— ANI_HindiNews (@AHindinews) August 15, 2023
આ ત્રણમાં દેશના સપના સાકાર કરવાની ક્ષમતા
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે કુદરતી આફતે દેશના અનેક ભાગોમાં અકલ્પનીય સંકટ પેદા કર્યું છે. હું તેનો સામનો કરનારા તમામ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે આજે આપણી પાસે જેનસાંખ્યિકી, લોકતંત્ર અને વિવિધતા છે- આ ત્રણેય મળીને દેશના સપનાને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે.
#WATCH देश में अवसरों की कोई कमी नहीं है। देश में अनंत अवसर प्रदान करने की क्षमता है: 77वें स्वतंत्रता दिवस पर देश के युवाओं को संबोधित करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी#IndependenceDay2023 pic.twitter.com/btVfmhYFfD
— ANI_HindiNews (@AHindinews) August 15, 2023
હું છેલ્લા 1000 વર્ષોની વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે હું જોઈ રહ્યો છું કે દેશની સામે એકવાર ફરીથી તક છે. હાલ આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તે યુગમાં આપણે જે કરીશું, જે પગલાં ભરીશું અને એક પછી એક જે નિર્ણય લઈશું તે સ્વર્ણિમ ઇતિહાસને જન્મ આપશે. દેશમાં અવસરોની કોઈ કમી નથી. દેશમાં અનંત અવસર પ્રદાન કરવાની ક્ષમતા છે.
આ મારી ગેરંટી
પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું કે આ મોદીની ગેરંટી છે કે દેશ આગામી પાંચ વર્ષમાં દુનિયાની ટોપ 3 ઈકોનોમીમાં સામેલ હશે. પીએમ મોદીએ કહ્યું કે 2014માં જ્યારે અમે સત્તા પર આવ્યા તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણે 10માં સ્થાન પર હતાં. આજે 140 કરોડ ભારતીયોના પ્રયત્નોથી આપણે વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં પાંચમા નંબરે પહોંચી ગયા છીએ. આ એમ જ નથી થઈ ગયું. જ્યારે ભ્રષ્ટાચારના રાક્ષસે દેશને પોતાની પકડમાં લઈ લીધો હતો ત્યારે અમે તેને રોક્યો અને એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવી.
#WATCH 2014 में जब हम सत्ता में आए तो वैश्विक आर्थिक व्यवस्था में हम 10वें स्थान पर थे। आज 140 करोड़ भारतीयों के प्रयास से हम वैश्विक आर्थिक व्यवस्था में पांचवें स्थान पर पहुंच गए हैं। यह ऐसे ही नहीं हुआ जब भ्रष्टाचार के राक्षस ने देश को अपनी गिरफ्त में ले लिया था तब हमने इसे… pic.twitter.com/caopuJC54l
— ANI_HindiNews (@AHindinews) August 15, 2023
વિશ્વકર્મા યોજનાની જાહેરાત
પીએમ મોદીએ નાના કામદારો માટે વિશ્વકર્મા યોજના લોન્ચ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે સરકાર આગામી મહિને વિશ્વકર્મા જયંતીના અવસરે પરંપરાગત કૌશલવાળા લોકો માટે 13000 થી 15000 કરોડ રૂપિયાની ફાળવણી સાથે વિશ્વકર્મા યોજના શરૂ કરશે. પીએમ મોદીએ કહ્યું કે આજે જી20 હોસ્ટ કરવાની ભારતને તક મળી છે. ગત એક વર્ષથી દેશના દરેક ખૂણામાં જે પ્રકારે જી20ના અનેક આયોજન અને કાર્યક્રમ થયા છે તેણે દેશના સામાન્ય માણસના સામર્થ્યથી દુનિયાને પરિચિત કરાવી દીધા છે. ભારતની વિવિધતાને દુનિયા અચંબાથી જોઈ રહી છે. જેના કારણે ભારતનું આકર્ષણ વધ્યું છે.
નિર્ધારિત લક્ષ્યાંકો પૂરા કરે છે અમારી સરકાર
પીએમ મોદીએ કહ્યું કે ભારત જ્યારે નક્કી કરી લે છે તો કામ પૂરું કરે છે. અમારો ટ્રેક રેકોર્ડ કહે છે કે 25 વર્ષથી દેશમાં ચર્ચા થઈ રહી હતી કે નવું સંસદ ભવન બનશે. આ મોદી છે, સમય પહેલા સંસદ બનાવીને મૂકી દીધી. આ એક એવી સરકાર છે જે કામ કરે છે, જે નિર્ધારિત લક્ષ્યાંક પૂરા કરે છે. આ નવું ભારત છે, આ એક એવું ભારત છે જે આત્મવિશ્વાસથી ભરેલું છે. આ ભારત ન અટકે છે ન થાકે છે. ન હાંફે છે ન હારે છે.
મહિલાઓના નેતૃત્વવાળા વિકાસના મહત્વ પર પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે એક ચીજ જે દેશને આગળ લઈ જશે તે છે મહિલા નેતૃત્વવાળો વિકાસ. આજે અમે ગર્વથી કહી શકીએ કે ભારતમાં નાગરિક ઉડ્ડયનમાં સૌથી વધુ મહિલા પાયલટ છે. મહિલા વૈજ્ઞાનિક ચંદ્રયાન મિશનને નેતૃત્વ કરી રહ્યા છે. જી20 દેશ પણ મહિલાઓના નેતૃત્વવાળા વિકાસના મહત્વને ઓળખી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે વાઈબ્રન્ટ બોર્ડર ગામને દેશનું છેલ્લું ગામ કહેવાતું હતું. અમે આ માનસિકતા બદલી નાખી. હવે તે દેશનું છેલ્લું ગામ નથી. તમે સરહદ પર જે જોઈ શકો છો તે મારા દેશનું પહેલું ગામ છે. મને ખુશી છે કે આ કાર્યક્રમના વિશેષ અતિથિ આ સરહદી ગામોના 600 પ્રધાન છે. તેઓ અહીં લાલ કિલ્લા પર આ કાર્યક્રમનો ભાગ બનીને આવ્યા છે.
2047 સુધી ભારત વિક્સિત દેશ બની જશે
પીએમ મોદીએ આ અવસરે ભારતને 2047 સુધીમાં વિક્સિત દેશ બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે 2047 સુધીમાં ભારત વિક્સિત દેશ બની જશે.
ત્રણ બદીઓ સામે લડવું એ સમયની માંગણી
પીએમ મોદીએ લાલ કિલ્લાથી દેશને ત્રણ બદીઓથી મુક્તિ અપાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે દેશે ભ્રષ્ટાચાર, પરિવારવાદ, અને તૃષ્ટિકરણ સામે લડવું સમયની માંગણી છે. આ ત્રણ બદીઓએ દેશને પોકળ બનાવ્યો છે અને આ કારણે દેશ વેર વિખેર થયો છે.
#WATCH 2019 में प्रदर्शन के आधार पर आपने मुझे एक बार फिर आशीर्वाद दिया...अगले पांच साल अभूतपूर्व विकास के हैं। 2047 के सपने को साकार करने का सबसे बड़ा स्वर्णिम क्षण आने वाले पांच साल हैं। अगली बार 15 अगस्त को इसी लाल किले से देश की उपलब्धियों और विकास को आपके सामने रखूंगा:… pic.twitter.com/BXbHCc8Tjw
— ANI_HindiNews (@AHindinews) August 15, 2023
આવતા વર્ષે ફરી આવીશ
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરતા કહ્યું કે 2019માં પ્રદર્શનના આધારે તમે લોકોએ એકવાર ફરીથી મને આશીર્વાદ આપ્યા. આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના છે. 2047ના સપનાને સાકાર કરવાનો સૌથી મોટો સ્વર્ણિમ ક્ષણ આવનારા પાંચ વર્ષ છે. આગામી વર્ષે 15 ઓગસ્ટના રોજ આ લાલ કિલ્લાથી દેશની ઉપલબ્ધિઓ અને વિકાસને તમારી સામે રજૂ કરીશ.
પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
પીએમ મોદીએ લાલ કિલ્લા પર પહોંચતા પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
#WATCH | PM Modi pays floral tributes to Mahatma Gandhi at Rajghat on 77th Independence Day pic.twitter.com/N0FGCZWaOg
— ANI (@ANI) August 15, 2023
આજના જ દિવસે 1947માં દેશ બ્રિટિશ શાસનથી મુક્ત થયો હતો. આજે દેશભરમાં 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી શાનથી તિરંગો લહેરાઈ રહ્યો છે. 15 ઓગસ્ટ પર દર વર્ષની જેમ ખાસ કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લા પર થઈ રહ્યો છે. લાલ કિલ્લાની પ્રાચીર પર પ્રધાનમંત્રી ઝંડો ફરકાવે છે. લાલ કિલ્લાથી પીએમનું સંબોધન દેશને દશા અને દિશા આપનારું માનવામાં આવે છે. આ અવસરે પીએમ મોદી રાષ્ટ્ર માટે અનેક મહત્વની જાહેરાત કરતા હોય છે.
જુઓ Live Tv
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં આ પહેલા લાલ કિલ્લાની પ્રાચીરથી કુલ 9 વખત દેશને સંબોધન કરી ચૂક્યા છે. તેમાંથી ફક્ત એકવાર તેમણે દેશે એક કલાકથી ઓછા સમય માટે સંબોધન કર્યું હતું. 2017ના સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીનું ભાષણ ફક્ત 56 મિનિટનું રહ્યું હતું. આ તેમનું અત્યાર સુધીનું સૌથી નાનું ભાષણ કહેવાય છે. 2015માં પીએમ મોદીએ 86 મિનિટનું ભાષણ આપીને પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો હ તો. ત્યારબાદ 2020માં 86 મિનિટ, 2021માં 88મિનિટ અને 2022માં 83 મિનિટ સુધી પીએમ મોદીએ લાલ કિલ્લાથી ભાષણ આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે