Independence Day 2023: ભારત સિવાય બીજા કયા 4 દેશોને પણ 15મી ઓગસ્ટે મળી હતી આઝાદી? જાણો

Independence Day 2023: ભારત દેશ આજે વિવિધ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ભારત આજે પોતાનો 77 મો સ્વાતંત્ર્ય દિવસ મનાવી રહ્યો છે. ત્યારે શું તમે જાણો છોકે, આ દિવસ માત્ર ભારત જ નહીં પણ બીજા 4 દેશોને પણ મળી હતી આઝાદી...જાણો રોચક તથ્ય....

Independence Day 2023: ભારત સિવાય બીજા કયા 4 દેશોને પણ 15મી ઓગસ્ટે મળી હતી આઝાદી? જાણો

Independence Day 2023: 15 મી ઓગસ્ટ 1947નો એ દિવસ જ્યારે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી હતી. આજે દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો અને ત્યારબાદ પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું. જેમાં તેમણે આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા તેમજ ટેકનોલોજી ક્ષેત્રે દેશ ખુબ ઝડપથી વિકસી રહ્યો હોવાનું જણાવ્યું. આ ઉપરાત તેમણે જણાવ્યુંકે, આત્મનિર્ભર ભારત અભિયાન થકી દેશના યુવાઓ પોતાની પ્રતિભાને અનુરૂપ સ્ટાર્ટઅપ કરીને વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહ્યાં છે. 

ભારત દેશને આઝાદ થયે 76 વર્ષ પુરા થયા છે અને આ વર્ષે દેશ તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને  અંગ્રેજોની ગુલામીથી આઝાદી મળી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે 15મી ઓગસ્ટે આઝાદ થનારો ભારત એકમાત્ર દેશ નથી. આવો જાણીએ 15 ઓગસ્ટના રોજ આઝાદી મેળવનાર અન્ય  કયા દેશો છે. જો કે, 15મી ઓગસ્ટે પોતાની સ્વતંત્રતાની ઉજવણી કરનાર ભારત એકમાત્ર દેશ નથી. ભારતની સાથે એવા ચાર દેશો પણ છે જે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. ચાલો જાણીએ ક્યા છે આ દેશો છે.

1. બહરીન-
15 ઓગસ્ટ, 1971ના રોજ બહરીન પર બ્રિટિશ  શાસનનો  આવ્યો હતો. ભારતને આઝાદી મળ્યાના બે દાયકાથી વધુ સમય પછી બહરીન આ દિવસે તેની સ્વતંત્રતા જાહેર કરી હતી. જો કે, આ દેશ આ દિવસે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવતો નથી. 15 ઓગસ્ટને બદલે, બહરીન  સ્વર્ગસ્થ શાસક ઇસા બિન સલમાન અલ ખલીફાના સિંહાસન પર 16 ડિસેમ્બરને  ધ્વજ ફરકાવે છે અને આ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે.

2. ઉત્તર અને દક્ષિણ કોરિયા-
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બંને દર વર્ષે 15 ઓગસ્ટને રાષ્ટ્રીય મુક્તિ દિવસ તરીકે   ઉજવે છે. આ દિવસે બીજા વિશ્વયુદ્ધના અંતે કોરિયાએ જાપાનની  35 વર્ષની ગુલામીમાંથી  મુક્તિ મેળવી હતી.  આઝાદીના ત્રણ વર્ષ પછી કોરિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વિભાજિત થયું. દક્ષિણ કોરિયામાં  આ દિવસને 'ગ્વાંગબોકજેઓલ' તરીકે ઓળખવામાં આવે છે (જેનો અર્થ છે પ્રકાશ પાછો ફર્યો,), જ્યારે ઉત્તર કોરિયામાં તે 'ચોગુખાએબાંગુઈ નાલ' (અર્થ, "પિતૃભૂમિની મુક્તિનો દિવસ") તરીકે ઓળખાય છે.

3. રિપબ્લિક ઓફ કોર્ગો-
કોંગો એ આફ્રિકા ખંડની મધ્યમાં આવેલો લોકશાહી દેશ છે. ભારતની આઝાદીના 13 વર્ષ બાદ 15 ઓગસ્ટ 1960ના રોજ આ દેશને આઝાદી મળી હતી. આ પહેલા 1880 થી આઝાદી સુધી ફ્રાન્સના કબજામાં હતું. કોંગો એ આફ્રિકન ખંડનો વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ છે.

4. લિક્ટેનસ્ટેઇન-
લિક્ટેંસ્ટાઇન પણ 15 ઓગસ્ટે તેનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે. આ વિશ્વનો છઠ્ઠો સૌથી નાનો દેશ છે, લિક્ટેંસ્ટાઇને, 1866માં જર્મન શાસનથી આઝાદી મળી હતી.  તે ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે યુરોપિયન આલ્પ્સમાં સ્થિત છે. આ દેશ 1940થી 15 ઓગસ્ટને તેના રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે. 5 ઓગસ્ટ, 1940 ના રોજ, લિક્ટેંસ્ટાઇનની સરકારે સત્તાવાર રીતે 1રાષ્ટ્રીય રજા જાહેર કરી છે

August 15, 15th August, Independence, Independence Day special, Independence Day, PM Modi, Independence Day Celebration, Countries

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news