એક સમયે બંગ્લા માટે જામ કર્યું હતું આખુ રાજ્ય, આજે પાર્ટીની માન્યતા પર પણ ખતરો
ત્રણ રાષ્ટ્રીય પાર્ટીઓ બાદ હવે 6 રાજ્ય સ્તરીય પાર્ટીની માન્યતા ખતરામાં, ચૂંટણી પંચે તમામને નોટિસ ઇશ્યું કરીને જવાબ માંગ્યો
Trending Photos
નવી દિલ્હી : સમગ્ર દેશમાં ભાજપ (BJP) નો દબદબો વધવાની સાથે જ ક્ષેત્રીય પાર્ટીઓની સામે અસ્તિત્વનો ખતરો પેદા થઇ ચુક્યો છે. સતત બે લોકસભા ચૂંટણીમાં ભાજપ (BJP) પોતાનાં એકલાના દમ પર બહુમતીનો આંકડો સ્પર્શતા દેશની રાજનીતિમાં ગઠબંધનની ફોર્મ્યુલા નબળી પડતી જઇ રહી છે. જેની સીધી જ અસર અનેક રાજનીતિક દળો પર પડી રહી છે. ભાજપના તોફાનમાં અનેક રાષ્ટ્રીય ઉપરાંત ક્ષેત્રીય પાર્ટીઓના ખાતા પણ ખુલી શક્યા નથી. ત્રણ રાષ્ટ્રીય પાર્ટીઓ બાદ હવે 6 રાજ્યોમાં 6 રાજ્ય સ્તરની પાર્ટીઓની માન્યતા ખતરામાં છે.
બિનજવાબદાર નિવેદનોથી વાતાવરણ ડહોળવા માંગે છે પાકિસ્તાન: વિદેશ મંત્રાલય
જેમાં ઉત્તરપ્રદેશમાં અજીત સિંહની રાષ્ટ્રીય લોકદળ (RLD) અને અમ્બુમણી રામદૌસની પટ્ટલી મકક્કલ કાચી (PMK) નો પણ સમાવેશ થાય છે. છ પાર્ટીઓએ રાજ્ય સ્તરીય પાર્ટી હોવા માટે જરૂરી 5 શરતોમાંથી કોઇ પણ એક શરત પુર્ણ કરી શક્યા નથી. આરએલડી, આરએસપી, ટીઆરએસ(આંધ્રપ્રદેશ), મીઝોરમની મિઝોરમ પીપલ્સ કોન્ફરન્સ, તમિલનાડુમાં પીએમકે અને નોર્થ ઇસ્ટની પીડીએ પર ખતરો છે. ચૂંટણી પંચ તમામ 6 પાર્ટીઓને સુનવણીની અંતિમ તક આપશે. આ અગાઉ ચૂંટણી પંચે નોટિસના જવાબમાં તમામ પાર્ટીઓએ પંચને અરજી કરી છે કે તેમની માન્યતા રદ્દ કરવામાં ન આવે.
Air India નો મહત્વનો નિર્ણય, 2 ઓક્ટોબરથી તમામ ફ્લાઇટ્સમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014 ની લોકસભા ચૂંટણીમાં રાલોદને એક પણ સીટ મળી નહોતી, ત્યાર બાદ તેમને દિલ્હીનો સરકારી બંગલો ખાલી કરવા માટે જણઆવાયું હતું. જે અંગે અજીત સિંહે હોબાલો કર્યો હતો. 12 તુગલક રોડના બંગલામાં રહેવા માટે અજીત સિંહે પોતાનાં સમર્થકોની મદદ લઇને નોએડા- ગાઝીયાબાદમાં જામ કર્યો હતો. આ બંગલો પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ચૌધરી ચરણસિંહને એલોટ થયો હતો. તેમનાં નિધન બાદ અજીત સિંહ સતત લોકસભા અથવા રાજ્યસભામાં રહ્યા, જેના કારણે આ બંગ્લો તેમને મળતો રહ્યો.
જમ્મુ કાશ્મીર: પુંછના મેઢર સેક્ટરમાં પાક.નો મોર્ટાર મારો, ભારતનો વળતો જવાબ
2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં અજીત સિંહ અને તેના પુત્ર જયંત ચૌધરી બંન્ને હારી ગયા હતા, ત્યાર બાદ તેમને આ બંગલો ખાલી કરવા જણાવાયું હતું, જો કે તેઓ આ બંગલાને પોતાનાં હાથમાંથી જવાદેવા નથી માંગતા. લોકસભા ચૂંટણી બાદ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ તેમની પાર્ટીનો ખરાબ રીતે પરાજય થયો છે. સ્થિતી એવી છે કે હવે તેમની પાર્ટી રાલોદની ક્ષેત્રીય પાર્ટી તરીકેની માન્યતા પણ ખતરામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે