રાષ્ટ્રીય ખેલ દિવસ: આ શહેરના ખેલાડીઓએ કાળી પટ્ટી બાંઘી ઉજવ્યો ‘બ્લેક ડે’

રાષ્ટ્રીય ખેલ દિવસની સમગ્ર દેશભરમાં ખેલાડીઓએ ઉજવણી કરી પરંતુ આજના દિવસે હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે તરીકે ઉજવી વિરોધ કર્યો હતો. કેમ વડોદરામાં હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે ઉજવ્યો હતો. 

રાષ્ટ્રીય ખેલ દિવસ: આ શહેરના ખેલાડીઓએ કાળી પટ્ટી બાંઘી ઉજવ્યો ‘બ્લેક ડે’

રવિ અગ્રવાલ/વડોદરા: રાષ્ટ્રીય ખેલ દિવસની સમગ્ર દેશભરમાં ખેલાડીઓએ ઉજવણી કરી પરંતુ આજના દિવસે હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે તરીકે ઉજવી વિરોધ કર્યો હતો. કેમ વડોદરામાં હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે ઉજવ્યો હતો. 

વડોદરામાં છેલ્લા બે વર્ષથી હોકીના શિખાઉ ખેલાડીઓ કોર્પોરેશન પાસેથી હોકી માટે મેદાનની માંગ કરી રહ્યા છે. પરંતુ કોર્પોરેશનના સત્તાધીશો અને રાજય સરકારના પેટનું પાણી ન હલતુ હોય તેમ હોકી શીખતા નાના બાળકોની વ્યથા તેમના કાને નથી પહોચી રહી. હોકી મેદાન ન હોવાથી ખેલાડીઓ જયાં જગ્યા મળે છે. ત્યાં રમીને પ્રેકટીસ કરે છે. હાલમાં શિખાઉ ખેલાડીઓ શહેરના સિધ્ધનાથ તળાવ પર બનાવેલ ફૂટપાથ પર હોકીની પ્રેકટીસ કરી રહ્યા છે. જેમાં તેમને ખૂબ મુશ્કેલી પડી રહી છે. નાના ખેલાડીઓ કોર્પોરેશન પાસેથી હજી પણ મેદાન મળશે તે આસ લગાવી બેઠા છે.

પ્રદુષણ અટકાવવા કચરામાંથી બનશે ‘બાયોગેસ’, વેસ્ટ ખાદ્ય તેલમાંથી બનશે ‘બોયડિઝલ’

નાના શિખાઉ ખેલાડીઓ પહેલા કલાભુવન સ્થિત મહારાજાના મેદાનમાં હોકી શીખતા હતા. જેમને બરોડા ડિસ્ટ્રીકટ હોકી એસોસિયેશન ફ્રીમાં હોકી શીખવાડતુ હતુ. પરંતુ હવે મેદાન ન હોવાથી એસોસિયેશનના લોકો હવે બાળકોને તળાવ પર બનાવેલ ફૂટપાથ પર હોકીની પ્રેકટીસ કરાવી રહ્યા છે. હોકીના કોચ ધ્યાનચંદજીના જન્મદિવસે બાળકોને ફૂટપાથ પર પ્રેકટીસ કરવી પડે તે ઘટનાને શરમજનક ગણે છે સાથે જ હોકીને જીવંત રાખવા મેદાન આપવા માંગ કરે છે. તો બરોડા ડિસ્ટ્રીકટ હોકી એસોસિયેશનના સેક્રેટરીએ રાજય સરકાર પર પાલિકાને જમીન ન આપવા માટે સૂચના આપી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

PDPU પદવી સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

મહત્વની વાત છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેજર ધ્યાનચંદના સન્માનમાં ફીટ ઈન્ડિયા મુવમેન્ટ લોન્ચ કરે છે જેના કારણે દરેક બાળક ફીટ રહે પરંતુ વડોદરામાં ભાજપ સંચાલિત કોર્પોરેશનના શાસકો અને હોદ્દેદારો જ બાળકોને મેદાન આપવા માટે નીરસ જોવા મળી રહ્યા છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે શું વડોદરાના ભાજપના શાસકો પ્રધાનમંત્રી મોદીની વાતને પણ ધ્યાનમાં નથી લઈ રહ્યા.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news