ઈદ પર બબાલ બાદ જોધપુરના 10 વિસ્તારમાં કર્ફ્યૂ, સીએમ અશોક ગેહલોતે બોલાવી બેઠક
રાજસ્થાનના જોધપુરમાં ઘણા વિસ્તારમાં કાલ સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ નિર્ણય ઈદ પર થયેલી બબાલના તણાવને જોતા લેવામાં આવ્યું છે. કુલ 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.
Trending Photos
જોધપુરઃ રાજસ્થાનના જોધપુરના ઘણા વિસ્તારમાં આવતીકાલ સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ નિર્ણય ઈદ પર થયેલી બબાલ બાદ તણાવને જોતા લેવામાં આવ્યો છે. જણાવવામાં આવ્યું કે કુલ 10 વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મામલાને લઈને બેઠક બોલાવી છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બબાલ મુદ્દે રિપોર્ટ માંગ્યો છે.
આ વિસ્તારમાં લાગૂ છે કર્ફ્યૂ
નાયબ પોલીસ કમિશનર રાજકુમાર ચૌધકી દ્વારા જારી આદેશ પ્રમાણે જોધપુર કમિશ્નરીના જિલ્લા પૂર્વના પોલીસ સ્ટેશન વિસ્તાર ઉદયમંદિર, સદર કોતવાલી, સદર બજાર, નાગોરી ગેટ, ખંડા ફલસામાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. આ સિવાય જિલ્લા પશ્ચિમ ક્ષેત્રમાં પ્રતાપનગર, પ્રતાપનગર સદર, દેવનગર, સૂરસાગર અને સરદારપુરામાં પણ કર્ફ્યૂ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં આજે બપોરે 1 કલાકથી કાલે મધ્યરાત્રિ 12 કલાક સુધી કર્ફ્યૂ રહેશે. તે પ્રમાણે કોઈ વ્યક્તિ પોતાની ગૃહ સીમાથી મંજૂરી વગર બહાર નિકળશે નહીં. સાથે તે પણ કહેવામાં આવ્યું છે કે સ્થિતિને જોતા કર્ફ્યૂનો સમયગાળો વધારી શકાય છે. આ પહેલાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. સાથે શાંતિ જાળવવાની અપીલ કરી હતી.
Rajasthan | In view of clashes in Jodhpur, the district administration imposes a curfew from today (1 pm) to May 4th midnight, reads an official statement pic.twitter.com/hyLsKYuA31
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 3, 2022
મુખ્યમંત્રીએ એડીજી લો એન્ડર ઓર્ડરને તત્કાલ જોધપુર જવાનો નિર્દેશ આપ્યો
જોધપુરમાં ઈદની નમાઝ બાદ થયેલી હિંસાને કારણે ત્યાં 10 વિસ્તારમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. તો કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે સરકાર સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવ અને જોધપુરના પ્રભારી મંત્રી ડો. સુભાષ ગર્ગ, એસીએસ હોમ અભય કુમાર, એડીજી લો એન્ડ ઓર્ડર હવા સિંહ ધુમરિયાને સ્થિતિને ધ્યાનમાં રાખી હેલીકોપ્ટરથી તત્કાલ જોધપુર જવાનો નિર્દેશ આપ્યો છે.
ધાર્મિક ઝંડો ફરકાવવાને લઈને વિવાદની આશંકા
ઉલ્લેખનીય છે કે શહેરના જાલોરી ગેટ ચોક પર સોમવારે રાત્રે હંગામો થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ વિવાદ ધાર્મિક ઝંડો હટાવવાને લઈને થયો હતો. ત્યારબાદ જિલ્લામાં આગામી આદેશ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ઘટના વિશે માહિતી મળી કે નાની વાતને લઈને વિવાદ થયા બાદ મારામારી શરૂ થઈ હતી. સોમવારે રાત્રે ચાર રસ્તા પર સ્થિત સ્વતંત્રતા સેનાની બાલ મુકુંદ બિસ્સાની મૂર્તિ પર ઝંડો લગાવવા અને સર્કલ પર ઈદ સાથે જોડાયેલા બેનર લગાવવાને લઈને વિવાદની શરૂઆત થઈ હતી. આ સિવાય ઈદની નમાઝને લઈને પણ ચાર રસ્તા પર લાઉડસ્પીકર લગાવવાને લઈને નારાજ લોકોના ટોળા ભેગા થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે