Weather Update: મેઘરાજા ગુજરાતને ઘમરોળવા માટે ફરી તૈયાર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી

Monsoon Update: કેરળમાં લગભગ એક અઠવાડિયું મોડું ચોમાસું પહોંચ્યા બાદ હવે ચોમાસાએ ઝડપ વધારી છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD તરફથી રવિવારે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર દેશમાં 6 દિવસ પહેલા પહોંચી ગયું છે. આ સાથે જ આવનારા કેટલાક દિવસોમાં ઉત્તરથી દક્ષિણ ભારત સુધી શાનદાર વરસાદના એંધાણ છે.

Weather Update: મેઘરાજા ગુજરાતને ઘમરોળવા માટે ફરી તૈયાર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી

કેરળમાં લગભગ એક અઠવાડિયું મોડું ચોમાસું પહોંચ્યા બાદ હવે ચોમાસાએ ઝડપ વધારી છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD તરફથી રવિવારે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર દેશમાં 6 દિવસ પહેલા પહોંચી ગયું છે. આ સાથે જ આવનારા કેટલાક દિવસોમાં ઉત્તરથી દક્ષિણ ભારત સુધી શાનદાર વરસાદના એંધાણ છે. જાણો ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં શું છે વરસાદની આગાહી. 

આજે કેવું રહેશે
IMD તરફથી રવિવારના જાહેર થયેલી વિજ્ઞપ્તિ મુજબ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો, કોંકણ અને ગોવામાં આગામી 5 દિવસ દરમિયાન વરસાદની શક્યતા છે. જ્યારે 6 જુલાઈના રોજ ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ છે. સ્કાઈમેટ વેધરે જણાવ્યું કે સોમવારે સિક્કિમ, અસમ, આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારો, કર્ણાટકના કાંઠા વિસ્તારો તથા કેરળમાં મધ્યમ વરસાદ પડી શકે છે. 

આ સાથે જ ઉત્તર પશ્ચિમ ભારત,  બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો, ઓડિશા, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભ મરાઠાવાડા, તેલંગાણા, અને પૂર્વ રાજસ્થાનમાં પણ હળવા વરસાદની શક્યતા છે. 

IMD એ શુક્રવારે કહ્યું હતું કે પૂર્વ ઉત્તર પ્રદેશ અને દક્ષિણ બિહારને બાદ કરતા સમગ્ર દેશમાં જુલાઈમાં ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. હવામાન ખાતાએ કહ્યું કે સામાન્ય તિથિ આઠ જુલાઈ પહેલા જ રવિવારે મોનસુન સમગ્ર દેશમાં પહોંચી ગયું. 

ગુજરાતમાં 5 દિવસની આગાહી
હવામાન ખાતાએ જે આગાહી કરી છે તે મુજબ આજે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો માટે આગાહી છે. 

જ્યારે આવતી કાલે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા,  ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

5મી જુલાઈએ  દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવા વરસાદની આગાહી છે. 

6 જુલાઈએ દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવા વરસાદની આગાહી છે. 

7 જુલાઈએ રાજ્યના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે 

અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી ભારે ચોમાસાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે હવે જુલાઈ ઓગસ્ટ વિશે મોટી આગાહી કરી દીધી છે. હજુ આગામી 5 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડશે, જૂનના અંતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી, જેનાથી નદીઓ, જળાશયો અને તળાવો છલકાશે તેવું અનુમાન લગાવ્યું હતું. ત્યારે વાવાઝોડું અને ભારે વરસાદની સચોટ અગાહી કરનાર અંબાલાલ પટેલે જુલાઈ અને ઓગસ્ટમાં શું થવાનું છે તે વિશે પણ જણાવ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 8મી જુલાઈ સુધીમાં ગુજરાતના મહત્તમ ભાગોમાં વરસાદ થશે. આ દરમિયાન હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. 1 જૂને કેરળમાં ચોમાસું બેઠા પછી સામાન્ય રીતે 10-12 જૂને તે મુંબઈમાં અને 15 જૂનની આસપાસ ગુજરાત આવી પહોંચતું હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાના કારણે કેરળમાં 8મી જૂને ચોમાસું પહોંચ્યું અને તે પછી દક્ષિણ ભારતમાં જાણે સિસ્ટમ ચોંટી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સિસ્ટમ મુંબઈ પહોંચે તે પછી તેના વિશે ગુજરાતની આગાહી કરવામાં આવી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 7થી 12 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ થશે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં પાણી લાવશે. જુલાઈમાં સૌરાષ્ટ્ર - કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. ઓગસ્ટ મહિના અંગે અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં તાપી નદીના જળસ્તરમાં વધારો થશે, હળવો વરસાદ થશે. જુલાઈના અંતમાં તથા ઓગસ્ટની શરુઆતમાં વિષમ હવામાનની વિપરિત અસર રહેવાની શક્યતાઓ છે. જોકે અંબાલાલ પટેલે આ વર્ષે કાતરા નામની જીવાત થવાની પણ આગાહી કરી છે.

16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જૂનમાં ઓછો વરસાદ
લગભગ 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જૂનમાં ઓછો વરસાદ થયો છે. બિહારમાં સામાન્ય 69 ટકા અને કેરળમાં 60 ટકા ઓછો વરસાદ થયો છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવા કેટલાક અન્ય રાજ્યોમાં પણ દક્ષિણ-પશ્ચિમી ચોમાસુના પહેલા મહિના જૂનમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news