ચૂંટણી પરિણામો પહેલા અચ્છે દિનની આશા, ચોમાસુ સામાન્ય રહેવાની IMDની આગાહી

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ.રાજીવને ZEE NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વખતે મોનસુન તો સામાન્ય રહેશે પરંતુ તાપમાન વધારે રહેશે

ચૂંટણી પરિણામો પહેલા અચ્છે દિનની આશા, ચોમાસુ સામાન્ય રહેવાની IMDની આગાહી

નવી દિલ્હી : સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ (જુનથી સપ્ટેમ્બર) લગભગ સામાન્ય રહેવાની સંભાવના છે. ભારતનાં હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ મોનસુનનું પૂર્વાનુમાન જાહેર કરતા કહ્યું કે, મોનસુન વર્ષાની લાંબાગાળાની સરેરાશ (LPA) નાં 96 ટકા રહેવાની સંભાવના છે. તેનો અર્થ ચોમાસા દરમિયાન સમગ્ર દેશમાં વરસાદ થવાની સંભાવના છે જે ખરીફની સીઝન દરમિયાન ખેડૂતો માટે ફાયદાકારક નિવડશે. મોનસુન દરમિયાન દેશમાં થનાર વરસાદની સરેરાશ 89 સેન્ટીમીટર છે. 

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનાં સચિવ એમ.રાજીવને ZEE NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વખતે ચોમાસુ તો સામાન્ય રહેશે પરંતુ તાપમાન વધારે રહેશે. ખાસ કરીને જુન જુલાઇમાં અલ-નીનોનાં પ્રભાવના કારણે વધારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. જો કે ધીરે ધીરે અલ નીનોની અસર ઘટી જશે. ગત્ત વર્ષે પણ દેશનાં અલગ અલગ હિસ્સાઓમાં સામાન્યથી વધારે તાપમાન નોંધાયું હતું. 

IMD ના એલપીએનાં 96-104 વચ્ચે રહેવાનું વર્ષા માટે સામાન્યથી નજીક એક શ્રેણી ચાલુ કરી છે. ગત્ત વર્ષનાં તેના પુર્વાનુમાનમાં 96-104ને સામાન્ય શ્રેણીમાં રાખ્યું છે. એલપીએ 1951 અને 2000ની વચ્ચે વરસાદને જે 89 સેન્ટીમીટર છે છે. એલપીએ 90-96 ટકાની વચ્ચેના વરસાદને સામાન્યથી ઓછાની શ્રેણીમાં આવે છે. 96 ટકા વરસાદ સામાન્યથી ઓછું અને  સામાન્યની શ્રેણીની સીમા માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news