આંધી તોફાન સાથે પડશે વરસાદ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી આગાહી
IMD Rain Alert: પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8-12 મે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 11 મે, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 10 અને 12 મે તથા પૂર્વી રાજસ્થાનમાં 10 મેએ આંધી તોફાન થવાની સંભાવના છે.
Trending Photos
IMD Rain Alert: ઉત્તર પ્રદેશ સહિત દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદ, આંધી તોફાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેનાથી ગરમીમાં રાહત મળવાની આશા છે. પરંતુ રાજસ્થાન અને પશ્ચિમી મધ્ય પ્રદેશના વિસ્તારમાં આઠથી 10 મે વચ્ચે હીટવેવ યથાવત રહેવાની છે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં હીટવેવથી રાહત મળશે. પૂર્વી અને દક્ષિણ ભારતમાં 11 મે સુધી ઘણા રાજ્યોમાં વરસાદ થઈ શકે છે.
છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો તમિલનાડુ, તેલંગણામાં હીટવેવની સ્થિતિ જોવા મળી. તમિલનાડુ, સમુદ્રી આંધ્ર પ્રદેશ, તેલંગણા, રાયલસીમામાં વરસાદ થયો. તો પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ, નોર્થઈસ્ટ ઉત્તર પ્રદેશમાં ઓલા પડશે. પાછલા દિવસોમાં સૌથી વધુ તાપમાન પશ્ચિમી રાજસ્થાનના બાડમેરમાં રેકોર્ડ થયું, જ્યાં 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 8-11 મે, બિહાર, ઝારખંડ, ઓડિશામાં 8-12 મે વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ થશે. પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં 8-13 મે વચ્ચે વરસાદ અને આંધી તોફાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી વરસાદ પડશે. તો પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભના વિસ્તારમાં આઠ અને નવ મેએ આંધીની આગાહી છે.
દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્ર પ્રદેશ, યમન, રાયલસીમા, તેલંગણામાં 8-12 મે વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ થવાનો છે. આંધી તોફાન અને વીજળીના કડાકાની ચેતવણી જારી કરવામાં આવી છે. તો ઉત્તર પશ્ચિમ ભારતમાં કાલે (9 મે) એ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બંસ એન્ટ્રી કરવા જઈ રહ્યું છે, જેના કારણે ઘણી જગ્યાએ હવામાન બદલાશે.
હવામાન વિભાગે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં 9-12 મે વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ થવાનો છે. ઉત્તરાખંડમાં આગામી પાંચ દરમિયાન આંધી જોવા મળશે. તો હરિયાણા, ચંદીગઢ, પંજાબ, રાજસ્થાનમાં 10-12 મે, ઉત્તર પ્રદેશમાં 12 મે સુધી હળવો વરસાદ થશે. આ સિવાય પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8-12 મે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 11 મે, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 10-12 મે અને પૂર્વી રાજસ્થાનમાં 10 મેએ આંધી તોફાનની સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે