IGNOU Admission 2022: પ્રવેશ પરીક્ષા વિના જ મળશે MBAમાં પ્રવેશ, IGNOUએ શરૂ કર્યો આ નવો કોર્સ
જો તમે MBA કોર્સમાં એડમિશન લેવા માંગતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (SOMS), ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીઝ (IGNOU) એ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ઓનલાઈન) પ્રોગ્રામ (MBA) શરૂ કર્યો છે.
Trending Photos
જો તમે MBA કોર્સમાં એડમિશન લેવા માંગતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (SOMS), ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીઝ (IGNOU) એ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ઓનલાઈન) પ્રોગ્રામ (MBA) શરૂ કર્યો છે. આ નવા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે નહીં. આ નવા MBA (ઓનલાઈન) કોર્સને AICTE તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. વિદ્યાર્થીઓ જાન્યુઆરી 2022ના પ્રવેશ સત્રથી જ તેનું ફોર્મ ભરી શકશે. 50% માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી આ કોર્સ માટે અરજી કરી શકે છે. જ્યારે અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે લાયકાત 45 ટકા છે.
ઑનલાઇન અભ્યાસક્રમો તરીકે શરૂ કરાયેલા NBA અભ્યાસક્રમો અહીં તપાસો:
1- માનવ સંસાધન વ્યવસ્થાપન
2- નાણાકીય વ્યવસ્થાપન
3- માર્કેટિંગ મેનેજર
4- ઓપરેશન મેનેજમેન્ટ
5- સેવા વ્યવસ્થાપન
આમાં કેટલાક કોર્સ બે વર્ષના અને કેટલાક ચાર વર્ષના હશે. નવા MBA કોર્સની શરૂઆત સાથે જ તેના માટે એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે