ભારત કે યુએઈમાં નહીં, 2022 માં આ દેશમાં યોજાશે IPL! અહીં પહેલા પણ યોજાઈ હતી ટૂર્નામેન્ટ

છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ IPL ની સીઝનને ભારત (India) ની બહાર ટ્રાન્સફર કરવી પડશે કારણ કે દેશમાં કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) ફેલાઈ રહી છે.

ભારત કે યુએઈમાં નહીં, 2022 માં આ દેશમાં યોજાશે IPL! અહીં પહેલા પણ યોજાઈ હતી ટૂર્નામેન્ટ

નવી દિલ્હીઃ આઇપીએલ 2022 (IPL 2022) સીઝનની યજમાની સાઉથ આફ્રિકા (South Africa) કરી શકે છે. ગુરુવારે એક અખબારના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ભારતમાં કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) ની ત્રીજી લહેર (Third Wave) એપ્રિલની શરૂઆતમાં સમાપ્ત નહીં થાય, તો શ્રીલંકા (Sri Lanka) ને પણ વૈકલ્પિક સ્થળ તરીકે રાખવામાં આવશે.

ગયા વર્ષે પણ શિફ્ટ કરવામાં આવી હતી IPL
2021 માં ભારતમાં IPL ની 14 મી સીઝન 4 મે પછી સ્થગિત કરવામાં આવી હતી, કારણ કે કોવિડ-19 (COVID-19) ને કારણે ટીમોમાં કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા હતા. ટુર્નામેન્ટની બાકી મેચ યુએઈ (UAE) માં રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 ઓક્ટોબરે દુબઈમાં ફાઇનલમાં જીત મેળવી હતી.

યુએઈમાં કેમ નહીં યોજાય ટૂર્નામેન્ટ?
બીસીસીઆઈ (BCCI) ના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, "અમે હંમેશા યુએઈ પર નિર્ભર નથી રહી શકતા, તેથી અમે વધુ વિકલ્પો શોધવાનું નક્કી કર્યું છે, દક્ષિણ આફ્રિકાનો ટાઈમ ડિફ્રેસ પણ ખેલાડીઓ માટે સારો છે."

બીજી વખત યજમાન બનશે દક્ષિણ આફ્રિકા?
લખનઉ અને અમદાવાદમાં બે નવી આઈપીએલ ટીમોના ઉમેરા સાથે આઈપીએલની 2022 એડિશન ઘણી લાંબી હશે. જો આમ થશે તો દક્ષિણ આફ્રિકા બીજી વખત IPL ની યજમાની કરશે. અગાઉ ભારતમાં સામાન્ય ચૂંટણીઓને કારણે 2009 ની સીઝન ત્યાં ટ્રાન્સફરમાં આવી હતી.

SA શા માટે પ્રથમ પસંદગી?
દક્ષિણ આફ્રિકા (South Africa) ને પસંદ કરવાનું કારણ એ પણ છે કે હાલમાં તેઓએ દેશમાં 3 મેચની ટેસ્ટ શ્રેણીની સાથે ODI શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને સારી હોટલ અને રિસોર્ટ આપ્યા છે, જ્યાં તેઓ બાયો-બબલ (Bio Bubble) નો ઉપયોગ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news