Arcturus Symptoms: કોરોનાના આ 5 લક્ષણ જણાય તો શરુ કરાવવી સારવાર, ઝડપથી પ્રસરે છે નવો વેરિયંટ

New Variant Arcturus Symptoms: આર્કટુરસ ઓમિક્રોનનું નવું સબ-વેરિયન્ટ XBB.1.16 છે.  ભારતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તેવામાં દેશના જાણીતા ડોક્ટરોએ કોરોનાના આ નવા સબ-વેરિયંટ આર્કટુરસના કેટલાક મુખ્ય લક્ષણો વિશે જણાવ્યું છે, જેને જાણીને તમે પણ સમયસર સાવધાન થઈ સારવાર શરુ કરી શકો છો.

Arcturus Symptoms: કોરોનાના આ 5 લક્ષણ જણાય તો શરુ કરાવવી સારવાર, ઝડપથી પ્રસરે છે નવો વેરિયંટ

New Variant Arcturus Symptoms: કોરોનાના કેસ ફરી એકવાર દેશમાં વધી રહ્યા છે. આ વખતે કોરોનાનું આર્કટુરસ વેરિયંટ ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશો માટે નવી સમસ્યા બની ગયું છે.  WHO ના જણાવ્યા અનુસાર કોરોનાનું આ નવો પ્રકાર 29 દેશોમાં ફેલાઈ ગયું છે. આ નવો પ્રકાર અગાઉના વેરિયંટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આર્કટુરસ ઓમિક્રોનનું નવું સબ-વેરિયન્ટ XBB.1.16 છે.  ભારતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તેવામાં દેશના જાણીતા ડોક્ટરોએ કોરોનાના આ નવા સબ-વેરિયંટ આર્કટુરસના કેટલાક મુખ્ય લક્ષણો વિશે જણાવ્યું છે, જેને જાણીને તમે પણ સમયસર સાવધાન થઈ સારવાર શરુ કરી શકો છો.

આ પણ વાંચો:

આર્કટુરસના પરીક્ષણ દર્શાવે છે કે તેની ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે. સંશોધન અનુસાર આ વેરિયંટ અગાઉના વેરિયંટ કરતા 1.27 ગણો વધુ ચેપી છે. ટોક્યો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેને એન્ટિબોડીઝ માટે મજબૂત પ્રતિરોધક ગણાવ્યું છે. આ સાથે જ ચેતવણી આપી છે કે તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ શકે છે. નિષ્ણાંતોના મતે આ નવો વાયરસ રોગપ્રતિકારક શક્તિને પણ છેતરી શકે છે અને ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. 

આર્કટુરસના મુખ્ય લક્ષણ

ડોકટરોના જણાવ્યા અનુસાર આ ચેપમાં કેટલાક અલગ-અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે. જે અગાઉના Omicron માં આટલું જોવા મળતા ન હતા. આ વખતે વ્યક્તિના શરીરમાં તીવ્ર દુખાવો, લાંબા સમય સુધી ચાલતી ઉધરસ, પેટમાં ખેંચ આવવી, ગેસની સમસ્યા અને ઝાડા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમાં બંધ નાક, નાકમાંથી પાણી નીકળવું, તાવ આવવો જેવા લક્ષણો પણ જોવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news