જો અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામાને મારી શકે છે તો કંઇ પણ સંભવ છે: જેટલી

અરૂણ જેટલીએ બુધવારે દિલ્હીના એક કાર્યક્રમમાં કહ્યું કે જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસી ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કંઇપણ સંભવ છે. ભારત પણ આવું કરી શકે છે.

જો અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામાને મારી શકે છે તો કંઇ પણ સંભવ છે: જેટલી

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ ખુબજ કડક શબ્દોમાં આતંકીઓ અને તેમના સહારો આરપનાર પાકિસ્તાનને ચેતવણી આપી છે. અરૂણ જેટલીએ બુધવારે દિલ્હીના એક કાર્યક્રમમાં કહ્યું કે જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસી ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કંઇપણ સંભવ છે. ભારત પણ આવું કરી શકે છે. નાણા મંત્રીએ જ્યારે આ વાત કરી તે સમયે તેમની સાથે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને ધ્રમેન્દ્ર પ્રધાન પણ હાજર હતા.

જેટલીએ કહ્યું કે એક સમયે વિચારવામાં પણ ન આવતું હતું, પરંતુ અમેરિકાએ કરી દેખાડ્યું હતું. અમેરિકાએ પાકિસ્તાનના ઇબટાબાદમાં જઇને આતંકી ઓસામા બિન લાદનને માર્યો હતો. આ બધુ જ માત્ર ઇચ્છા શક્તિથી થાય છે. જે હવે સંભવ છે.

પાકિસ્તાનની ફોજના માસ્ક છે ઇમરાન ખાન: ભારતીય કાયદા મંત્રી
નિયંત્રણ રેખાને ક્રોસ કરી પાકિસ્તાન સ્થિત આતંકવાદી શિબિર પર હવાઇ હુમલા માટે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી હતી. આ સાથે જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના પાડોશી દેશની ફોજના માસ્ક ગણાવતા કટાક્ષ કર્યો કે પૂર્વ ક્રિકેટર દ્વિપક્ષીય રાજનીતિને પણ ક્રિકેટની રમત સમજી રહ્યાં છે.

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા આયોજિત પ્રબૂદ્ધ વર્ગ સમ્મેલનમાં પ્રસાદે કહ્યું, વર્ષ 1971ના યુદ્ધ બાદ ભારતીય વાયુસેના પહેલી વખત પાકિસ્તાનમાં દાખલ થઇ છે. આ ઘટનાની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે રાત્રે 03:15 વાગે અમારી વાયુસેનાએ બહાદુર પાયલોટોએ ત્યાં ત્રણ મોટા આતંકી અડ્ડાઓ પર હુમલો કર્યો અને મોટી સંખ્યામાં આતંકીઓને ઠાર માર્યા હતા અને ભારત પરત ફર્યા હતા. આ સાથે જ આપણા કોઇપણ પાયલોટને એકપણ સ્ક્રેચ આવી નથી.

પ્રસાદે પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાનના હાલના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર નિશાન સાધતા કહ્યું કે, ઇમરાન ખાન સમજે છે કે રાજકારણ પણ ક્રિકેટની રમતની જેમ જ છે. હવે ખાન સ્વયં તો રાજનેતા છે નહીં. તેઓ પાકિસ્તાની સેનાનું માસ્ક માત્ર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news