કર્ણાટકમાં 24 કલાકમાં બની જશે BJP સરકાર: યેદુયરપ્પાએ આપ્યો મોટો સંકેત

આગામી લોકસભા ચૂંટણીમાં જો રાજ્યની 28 લોકસભા ચૂંટણીમાંથી પાર્ટીએ 22 બેઠક જીતી લીધી તો ત્યારબાદના 24 કલાકની અંદર કર્નાટકમાં ભાજપની સરકાર બનશે.

કર્ણાટકમાં 24 કલાકમાં બની જશે BJP સરકાર: યેદુયરપ્પાએ આપ્યો મોટો સંકેત

બેંગલુરૂ: કર્ણાટકમાં ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદુયરપ્પાએ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં જો રાજ્યની 28 લોકસભા ચૂંટણીમાંથી પાર્ટીએ 22 બેઠક જીતી લીધી તો ત્યારબાદના 24 કલાકની અંદર કર્નાટકમાં ભાજપની સરકાર બનશે. એટલે કે, જેડીએસ-કોંગ્રેસ સરકાર પડી જશે. ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભર્યા બાદ ભાજપ સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હતી. ભાજપને બહુમતના જાદૂઇ આંકડા માટે સાત ધારાસભ્યોના સમર્થનની જરૂરીયા હતી પરંતુ ચૂંટણી બાદ જેડીએસ-કોંગ્રેસે ભેગા મળી ભાજપને સત્તાથી દૂર કરી દીધી હતી. જેડીએસના નેતા એચડી કુમારસ્વામી કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા હતા.

જેડીએસ-કોંગ્રેસમાં બેઠકોનો તાલમેલ થવાનું નક્કી
આ વચ્ચે જનતા દળ સેક્યૂલર (એડીએસ)ના પ્રમુખ એટ ડી દેવાગૌડાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, કર્નાટકમાં ગઠબંધન સહયોગી કોંગ્રેસની સાથે બેઠકની વહેચણી 13-14 માર્ચ સુધી પૂરી થઇ જવાની સંભાવના છે. આ ભ્રમ પર જ તેઓ કઇ બેઠકથી ચૂંટણી લડશે, પૂર્વ પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હજુ આ વિષય પર કોઇ નિર્ણય સુધી પહોંચ્યા નથી. તેમણે કહ્યું કે, બેઠકની વહેચણીના મુદ્દા પર 13 અથવા 14 માર્ચ સુધી એક અથવા બે દિવસમાં અમે અંતિમ તબક્કા પર પહોંતી જઇશું.

રાહુલ ગાંધી અને દેવગૌડાની વચ્ચે થઇ મુલાકાત
ગત અઠવાડીએ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દેવગૌડાની વચ્ચે બેઠકની વહેંચણી પર બેઠક કોઇ નિર્ણય પર પહોંચી નથી. જોકે, તેમની પાર્ટીની માગ ઓછી લાગતા દેવગૌડાએ કોંગ્રેસથી તેમની પાર્ટીને 28 લોકસભા બેઠકોથી ઓછામાં ઓછી 10 બેઠક આપવાનું કહ્યું હતું. જેડીએસે પહેલા 12 બેઠક માગી હતી.

બીજીબાજૂ કોંગ્રેસે બેઠક અને ઉમેદવારો વિશે ચર્ચા કરવા માટે પાર્ટી મહાસચિવની આગેવાનીમાં પસંદગી સમિતિની બેઠક કરી છે. ગત ગુરૂવારે કર્નાટક કોંગ્રેસની ચૂંટણી સમિચિએ તેમની એક બેઠક કરી 28માંથી 15 બેઠકો માટે ઉમેદવારના નામની એક પેનલને અંતિમ રૂપ આપ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્પષ્ટ છે કે જેડીએસની હસન અને માંડ્યા બેઠક તેમને જ મળશે. આ બંને બેઠકો પર હાલમાં તેમના સાંસદ છે. શિમોગા બેઠક વિશે દેવગૌડા પહેલાથી જ જાહેરાત કરી હતી કે, પૂર્વ ધારાસભ્ય મધૂ બંગરપ્પા ઉમેદવાર હશે. એવામાં બંને દળોએ તેમની બાકી બેઠકો નક્કી કરવાની જરૂરીયાત છે જે જેડીએસને મળશે.
(ઇનપુટ: એજન્સી ભાષાથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news