આલિયા ભટ્ટનો બ્રહ્માસ્ત્ર લૂક આવ્યો સામે, અયાન મુખરજીએ ખોલ્યું મોટું સિક્રેટ

આલિયા ભટ્ટની આવનારી નવી હિન્દી ફિલ્મ બ્રહ્માસ્ત્રનો પહેલો લૂક સામે આવ્યો છે. આ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખરજીએ આ સાથે એક મોટું સિક્રેટ પણ ખોલ્યું છે. 

આલિયા ભટ્ટનો બ્રહ્માસ્ત્ર લૂક આવ્યો સામે, અયાન મુખરજીએ ખોલ્યું મોટું સિક્રેટ

નવી દિલ્હી : બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં લોકોની આખી જીંદગી નીકળી જતી હોય છે એવામાં ટૂંકાગાળામાં પોતાનું નામ બનાવનાર અભિનેત્રી આલિયા ભટ્ટ નવી ફિલ્મને લઇને ફરી ચર્ચામાં છે. આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનો પહેલો લૂક સામે આવ્યો છે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં એક મહત્વનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખરજીએ આ સાથે એક મોટું સિક્રેટ પણ ખોલ્યું છે. ઉડતા પંજાબ, રાઝી, ગલી બોય જેવી સુપરહીટ ફિલ્મો આપનાર આલિયા હાલમાં બોલીવુડની ટોપની અભિનેત્રીઓ પૈકીની એક છે. 

કલંક ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ આલિયા ભટ્ટ લોકોના દિલોદિમાગ પર છવાઇ છે ત્યાં આલિયા ભટ્ટ આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સુપરપાવર સાથે સુપરહીરોના પાત્રમાં નજર આવનાર છે. આ ફિલ્મનો આલિયાનો ફર્સ્ટલૂક સામે આવી ચૂક્યો છે. એટલું જ નહીં ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખરજીએ આલિયા અંગે ઘણી રસપ્રદ વાતો પણ જાહેર કરી છે. 

નિર્દેશક અયાન મુખરજીએ બ્રહ્માસ્ત્ર ફિલ્મની સ્ટાર આલિયા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર પોસ્ટ શેયર કરી છે અને આલિયા અંગે સરસ મજાની ટિપ્પણી કરી છે. અયાને અહેસાસ કરતાં કરતાં લખ્યું છે કે આલિયા પરફેક્ટ વુમન છે. અયાને આલિયાની શૂટિંગ દરમિયાની કેટલીક તસ્વીરો પણ શેયર કરતાં લખ્યું છે કે તે આગ, હવા, પાણી, તડકો અને સ્ટારલાઇટ જેવા તત્વોનું યોગ્ય સંયોજન છે. આ વાતથી અંદાજ લગાવી શકાય છે કે આલિયા આ ફિલ્મમાં આ પાંચ તત્વોથી સજ્જ પાવર વુમન તરીકે દેખાશે. 

આ પોસ્ટમાં અયાને આ પણ શેયર કર્યું છે કે આલિયા 18 વર્ષની ઉંમરથી અત્યાર સુધી કેવી રીતે આખી બદલાઇ ગઇ છે. તેમણે લખ્યું છે કે, તે એક લાંબી મંજીલ કાપી ચૂકી છે અને કલંકના ટીઝરમાં તેણીની સુંદરતાની એક ઝલક હતી. અયાને પોસ્ટ મારફતે એ બતાવવા પ્રયાસ કર્યો છે કે સત્વરે તે આલિયાની સંપૂર્ણ સુપરહીટો ગેટઅપવાળી તસ્વીર શેયર કરનાર છે. 

બ્રહ્માસ્ત્રની વાત કરીએ તો આ ટ્રાયોલોજીના પહેલા ભાગમાં રણવીર કપૂર, અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનો પહેલા ભાગ આ વર્ષે ક્રિમસ પર રિલીઝ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news