IED Found in Delhi: 26 જાન્યુઆરી પહેલા દિલ્હીમાં વિસ્ફોટનો પ્લાન નિષ્ફળ, ગાઝીપુરમાં મળ્યો 3 કિલોનો IED બોમ્બ

કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા બોમ્બને ડિફ્યૂઝ કરવા દરમિયાન થયેલો ધમાકો એટલો જોરદાર હતો કે જેનો અવાસ સાંભળીને લોકો ડરી ગયા હતા. ઘટનાને લઈને દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. 

IED Found in Delhi: 26 જાન્યુઆરી પહેલા દિલ્હીમાં વિસ્ફોટનો પ્લાન નિષ્ફળ, ગાઝીપુરમાં મળ્યો 3 કિલોનો IED બોમ્બ

નવી દિલ્હીઃ 26 જાન્યુઆરીના થોડા દિવસ પહેલા દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં શુક્રવારે શક્તિશાળી આઈઈડી વિસ્ફોટક મળવાથી સનસની ફેલાય છે. આ વિસ્ફોટક એક કાળા કલરની બેગમાં રાખવામાં આવ્યો હતો, જેને સમય રહેતા ડિફ્યૂઝ કરી દેવામાં આવ્યો છે. કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા બોમ્બને ડિફ્યૂઝ કરવા દરમિયાન થયેલો ધમાકો એટલો જોરદાર હતો કે જેનો અવાસ સાંભળીને લોકો ડરી ગયા હતા. ઘટનાને લઈને દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. 

નેશનલ સિક્યોરિટી ગાર્ડ  (NSG) એ જણાવ્યું કે ગાઝીપુરથી જપ્ત ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસનું વજન આશરે ત્રણ કિલો હતું. એનએસજીના બોમ્બ ડિફ્યૂઝ સ્ક્વોડને દિલ્હી પોલીસ પાસેથી સવારે આશરે 11 કલાકે સૂચના મળી હતી અને બપોરે આશરે 1.30 કલાકે વિસ્ફોટકને આઠ ફૂટ ઉંડા ખાડામાં દબાવી ડિફ્યૂઝ કરી દીધો હતો. 

એનએસજીના ડાયરેક્ટર એમએ ગણપતિએ જણાવ્યું કે ફોરેન્સિક ટીમ દ્વારા આઈઈડીના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. એનએસજીએ વિસ્ફોટકમાં ઉપયોગ કરાયેલા રાસાયણિક ઘટક વિશે રિપોર્ટ તૈયાર કરવા માટે ટીમની રચના કરી છે. ગણપતિએ જણાવ્યું કે એનએસજીની બોમ્બ વિરોધી ટીમને પ્રથમ દ્રષ્ટિએ ગાઝીપુરથી જપ્ત આઈઈડીના નિર્માણમાં આરડીએક્સ અને અમોનિયમ નાઇટ્રેટ જેવા સારાયણ મળ્યા છે. 

— ANI (@ANI) January 14, 2022

સ્પેશિયલ સેલે નોંધી એફઆઈઆર
તો દિલ્હી પોલીસનું કહેવું છે કે આઈઈડી મળવાના સંબંધમાં સ્પેશિયલ સેલ દ્વારા વિસ્ફોટક અધિનિયમની જોગવાઈ હેઠળ કેસ દાખલ કર્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે ગાઝીપુર ફૂલ માર્કેટના ગેટની બહાર વિસ્ફોટક લગાવતા પહેલાં રેકી કરવામાં આવી હતી. પોલીસ આરોપીઓની ઓળખ કરવા માટે સીસીટીવી ચેક કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, અમે અમારા કંટ્રોલ રૂમમાં ગાઝીપુર ફૂલ માર્કેટમાં એક લાવારિસ બેગ વિશે સવારે આશરે 10.20 કલાકે એક વ્યક્તિનો ફોન આવ્યો, જેની સ્કૂટી ત્યાં ઉભેલી હતી. 

દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે પૂર્વ દિલ્હીમાં ગાઝીપુર ફૂલ મંડીના ગેટ નંબર 1 પાસે એક લાવારિસ કાળી બેગમાંથી વિસ્ફોટક મળી આવ્યો હતો. સ્થળની આસપાસ ઘેરાબંધી કર્યા પછી, વિસ્ફોટકોને નિયંત્રણ વિસ્ફોટ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. અસ્થાનાએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસ પહેલા વિશેષ સતર્ક પોલીસે ભરચક મંડીમાંથી વિસ્ફોટકો મેળવીને રાજધાનીમાં ગભરાટ ફેલાવવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news