ICSE Results 2019: CISCE ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક 

ICSE results 2019: કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) તરફથી ધોરણ 10  (ICSE 10th results 2019) અને ધોરણ 12 (ISC 12th results 2019) બોર્ડના પરિણામ જાહેર થઈ ગયા છે.

ICSE Results 2019: CISCE ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક 

ICSE results 2019: કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) તરફથી ધોરણ 10  (ICSE 10th results 2019) અને ધોરણ 12 (ISC 12th results 2019) બોર્ડના પરિણામ જાહેર થઈ ગયા છે. રિઝલ્ટ બોર્ડની અધિકૃત વેબસાઈટ cisce.org પર જોઈ શકાય છે. આ વર્ષે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આયોજન 26 ફેબ્રુઆરીથી 28 માર્ચ વચ્ચે અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું આયોજન 4 ફેબ્રુઆરીથી 25 માર્ચ વચ્ચે કરવામાં આવ્યું હતું. રિઝલ્ટ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓ ફેલ થયા હશે તેઓ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા માટે અરજી કરી શકે છે. 

આ રીતે ચેક કરો પરિણામ...
1. પરિણામ જોવા માટે cisce.org,  results.cisce.org,   examresults.net, result.gov.in, indiaresults.com- વેબસાઈટ્સ પર જઈ શકો છો. 
2. અહીં તમને બે ઓપ્શન જોવા મળશે. 10માં ધોરણના વિદ્યાર્થીઓએ  ICSE Results 2019 પર અને 12માં ધોરણના વિદ્યાર્થીઓએ ISC Results 2019 પર ક્લિક કરવાનું છે. 
3. નવું પેજ ખુલશે જ્યાં તમારી પાસે યુનિક આઈડી નંબર સહિત અન્ય જાણકારીઓ માંગવામાં આવશે. 
4. ડિટેલ્સ ભર્યા બાદ સબમીટ પર ક્લિક કરવાનું રહેશે. 
5. ફોર્મ સબમિટ થતા જ રિઝલ્ટ તમારા સ્ક્રીન પર હશે. ભવિષ્ય માટે તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ તમારી પાસે રાખી શકો છો. 

SMS દ્વારા આ રીતે કરો રિઝલ્ટ ચેક
10માં ધોરણના વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા રિઝલ્ટ જોવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ICSE ટાઈપ કરીને સ્પેસ સાથે યુનિક આઈડી નંબર નાખો અને 9248082883 પર મોકલો. 12માં ધોરણના વિદ્યાર્થીઓ પણ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ISC ટાઈપ કરીને સ્પેસ સાથે યુનિક આઈડી નંબર નાખો અને 9248082883 પર મોકલી દો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news