સુરતમાંથી 1 કરોડના હીરા ચોરનાર હેન્ડસમ ચોર આખરે પકડાયો

સુરતના વરાછાના કમલા એસ્ટેટમાં આવેલા જે. મહેશ એન્ડ કંપનીમાં કામ કરતા સ્ટોક મેનેજરે રૂ.1 કરોડથી વધુની કિંમતના હીરા તા.25મી એપ્રિલે ચોરી લીધા હતા. જેને પોલીસે તેના મૂળ વતન નજીક આવેલા ગામથી રૂ.1 કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. 
સુરતમાંથી 1 કરોડના હીરા ચોરનાર હેન્ડસમ ચોર આખરે પકડાયો

તેજશ મોદી/સુરત :સુરતના વરાછાના કમલા એસ્ટેટમાં આવેલા જે. મહેશ એન્ડ કંપનીમાં કામ કરતા સ્ટોક મેનેજરે રૂ.1 કરોડથી વધુની કિંમતના હીરા તા.25મી એપ્રિલે ચોરી લીધા હતા. જેને પોલીસે તેના મૂળ વતન નજીક આવેલા ગામથી રૂ.1 કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. 

વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ 25 એપ્રિલના રોજ રાત્રિના 9 વાગ્યાની આસપાસ વરાછાની જે. મહેશ એન્ડ કંપનીના સ્ટોક મેનેજર ચીમનારામ થોરી કંપનીમાંથી રૂ.1,00,85,880 કરોડના હીરા ચોરી ભાગી ગયો હતો. કંપનીમાં કામ કરતો આ સ્ટોક મેનેજર મૂળ રાજસ્થાનના બાડમેરા જિલ્લાના બાંડ ગામનો હતો. વરાછા પોલીસમાં ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ચીમનારામને શોધવા ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવા આવી હતી, જેમાં ચીમનારામ રાજસ્થાનમાં પોતાના ગામ ગુડામાલાનીણી પાસેથી વહેલી પરોઢે વરાછા પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી રૂ.1,00,85,880ની કિંમતનો સંપૂર્ણ મુદ્દામાલ પણ કબજે લીધો હતો તેવુ સુરત શહેરના એ-ડિવીઝનના એસીપી સી.કે.પટેલે જણાવ્યું. 

સીસીટીવીમાં દેખાયો હતો
છેલ્લા ત્રણ વર્ષથી ચીમના રામ જાટ નામનો યુવક આ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. કારખાનાનો આખો વહીવટ ચીમનારામના હાથમાં હતો. કાચા હીરાથી લઈ તેને તૈયાર કરવાના હિસાબ સુધીની તમામ કામગીરી ચીમનારામના હાથમાં હતી. જોકે કરોડો રૂપિયાના હીરા જોઈ ચીમનારામની દાનત બગડી હતી અને તેણે પોતાના જ માલિકને ચૂનો ચોપડવાનું ષડ્યંત્ર રચ્યું હતું. કારખાનું બંધ થતાં જ તમામ કારીગર ઘરે જવા નીકળ્યા હતા. જે દરમિયાન તકનો લાભ લઈ જે હીરા તિજોરીમાં જમા કરાવવાના હતા, તે 1 કરોડના હીરાનું પડીકું ખિસ્સામાં મૂકીને તે ત્યાંથી નીકળી ગયો હતો. બીજે દિવસે જ્યારે કારખાનામાં ચીમનારામની હાજરી નહિ દેખાઈ, તો તરત માલિક મહેશભાઈએ તેનો સંપર્ક કર્યો હતો. જોકે તેનો ફોન બંધ આવતા તેમને શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક તિજોરી ચેક કરી હતી, જેમાંથી એક કરોડના હીરા ગાયબ હતા.

હીરાની ચોરી થઈ હોવાની વાત જાણતા જ મહેશ ભાઈના પગ તળેથી જમીન ખસકી પડી હતી. તેમણે તાત્કાલિક આ અંગે વરાછા પોલીસને જાણ કરી હતી. બીજી તરફ કરોડો રૂપિયાના હીરાની ચોરી થયા અંગેની જાણ થતાં જ વરાછા પોલીસ અને ઉપરી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસના હાથે સીસીટીવી હાથે લાગ્યા હતા, જેમાં ચીમનારામ હીરાના પડીકાની ચોરી કરતો નજરે પડ્યો હતો. હાલ પોલીસની એક ટીમ રાજસ્થાન જવા રવાના થઈ ગઈ છે. હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ આરોપી સુધી ક્યારે પહોંચે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news