કોરોના: હોટ સ્પોટવાળા વિસ્તારો માટે ICMR એ જાહેર કરી નવી ગાઇડલાઇન, એકવાર જરૂર જુઓ
દેશમાં કોરોના (Coronavirus) સંક્રમણના (હોટ સ્પોટ) સૌથી પ્રભાવિત વિસ્તારો માટે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) નવી ગાઇડલાઇન જાહેર કરી છે. નવી ગાઇડલાઇનમાં આ વાતોનું વિવરણ આપવામાં આવ્યું છે કે હોટ સ્પોટમાં કયા-કયા લોકોના ટેસ્ટ થશે અને કયા કરાવવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus) સંક્રમણના (હોટ સ્પોટ) સૌથી પ્રભાવિત વિસ્તારો માટે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) નવી ગાઇડલાઇન જાહેર કરી છે. નવી ગાઇડલાઇનમાં આ વાતોનું વિવરણ આપવામાં આવ્યું છે કે હોટ સ્પોટમાં કયા-કયા લોકોના ટેસ્ટ થશે અને કયા કરાવવામાં આવશે.
હોટ સ્પોટ્સમાં કોનો ટેસ્ટ
હોટ સ્પોટમાં આવા તમામ લોકોના કોવિડ ટેસ્ટ કરાવવામાં આવશે જેમને શરદી, ખાંસી અથવા તાવ હોય. એવા લોકોના પહેલાં RT PCR ટેસ્ટ કરાવવામાં આવશે અને સાત દિવસ બાદ રેપિડ સ્પોટ એંટીબોડી ટેસ્ટ. જો દર્દીનો કોરોના નેગેટિવ આવે છે તો તેને 7 દિવસ માટે કોરોન્ટાઇન કરવામાં આવશે. આ દરમિયાન જો ફરીથી કોવિડ 19 લક્ષણ જોવા મળ્યા તો તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવશે.
અન્ય કયા લોકોના ટેસ્ટ શક્ય
- જેમાં કોરોના લક્ષણ હોય અને તે ગત 14 દિવસોમાં વિદેશથી આવ્યા હોય.
- જેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોય અને તેમના સંપર્કમાં આવનાર કોઇ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ જોવા મળે એવા વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવશે.
- SARI (Severe Acute Respiratory Illness) ના તમામ દર્દીઓનો ટેસ્ટ કરવામાં આવશે.
આ તમામ કવાયદનો હેતુ એ છે કે દેશમાં ગમે ત્યાં સંભવિત રૂપથી કોઇ સંક્રમિત દરદી છૂટી ન જાય. તમને જણાવી દઇએ કે આઇસીએમઆર એકવાર પણ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. હવે નવેસરથી તેમાં ફેરફાર કર્યા બાદ ફરીથી ઇશ્યૂ કરવામાં આવ્યા છે. તે આધારે હવે દેશભરમાં મોટાપાયે તપાસ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે