ICMR ની નવી ગાઇડલાઇન: ઓફીસ કર્મચારીઓનાં થશે એન્ટીજન ટેસ્ટ, 450 રૂપિયાની કીટ, 30 મિનિટમાં પરિણામ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા મંગળવારે કોરોના તપાસના નિયમોનું વર્તુળ વધાર્યું. આઇસીએમઆરએ તમામ રાજ્યોને એન્ટીજન ટેસ્ટ કરવા માટેની પરવાનગી આપી છે. આ સાથે તમામ હોસ્પિટલ, ઓફીસ અને પબ્લિક સેક્ટર યુનિટને રૈપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવાની સલાહ પણ આપી. આઇસીએમઆરએ પોતાની ગાઇડલાઇનમાં દરેક કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલી સરકારી-પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ લેબને આ તપાસ ઉપલબ્ધ કરાવવા માટેની વાત કરી. 
ICMR ની નવી ગાઇડલાઇન: ઓફીસ કર્મચારીઓનાં થશે એન્ટીજન ટેસ્ટ, 450 રૂપિયાની કીટ, 30 મિનિટમાં પરિણામ

નવી દિલ્હી: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા મંગળવારે કોરોના તપાસના નિયમોનું વર્તુળ વધાર્યું. આઇસીએમઆરએ તમામ રાજ્યોને એન્ટીજન ટેસ્ટ કરવા માટેની પરવાનગી આપી છે. આ સાથે તમામ હોસ્પિટલ, ઓફીસ અને પબ્લિક સેક્ટર યુનિટને રૈપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવાની સલાહ પણ આપી. આઇસીએમઆરએ પોતાની ગાઇડલાઇનમાં દરેક કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલી સરકારી-પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ લેબને આ તપાસ ઉપલબ્ધ કરાવવા માટેની વાત કરી. 

આઇસીએમઆરના અનુસાર એન્ટીજન ટેસ્ટ કિટ દ્વારા ઓન ધ સ્પોટ તપાસ કરાવવામાં આવી શકે છે અને 30 મિનિટમાં પરિણામ આવી જાય છે. એક કિટની કિંમત 450 રૂપિયા છે. જો કોરોના શંકાસ્પદનો એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે છે તો તેનો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.

કર્મચારીઓનાં મનમાંથી ડર અને બેચેની ઘટાડશે ટેસ્ટ
એન્ટીજન ટેસ્ટ એટલા માટે કરાવવામાં આવે કે જેથી માહિતી મળી શકે કે વ્યક્તિ પહેલા પણ ક્યારેય કોરોનાનો શિકાર બન્યો છે કે નહી. આઇસીએમઆરએ બહાર પાડેલા નિર્દેશમાં લખ્યું કે, તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ, ઓફીસ તથા પબ્લિક સેક્ટર યુનિટને સલાહ આપવામાં આવે છે કે, તેઓ આ ટેસ્ટ કરાવે. આ તપાસ સ્વાસ્થય કર્મચારીઓ અને ઓફીસ કર્મચારીઓનાં મનમાંથી ડર તથા બેચેનીને દુર કરશે. 

ક્યાં ક્યાં થશે રેપિડ અને એન્ટીજન ટેસ્ટ
- રાજ્ય સરકાર દ્વારા સુચવવામાં આવેલા કન્ટેઇનમેન્ટ ઝોન
- તમામ સેન્ટ્રલ - સ્ટેટ ગવર્નમેન્ટ કોલેજ અને ગવર્નમેન્ટ હોસ્પિટલમાં.
- નેશનલ એક્રિડેટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેરથી માન્યતા પ્રાપ્ત પ્રાઇવેટ હોસ્પિટલ
- નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર લેબોરેટરીથી માન્યતા પ્રાપ્ત પ્રાઇવેટ લેબ
- આઇસીએમઆરથી માન્યતા પ્રાપ્ત ટેસ્ટિંગ લેબ

કોણે કરાવવો પડશે ટેસ્ટ
ICMR અનુસાર કન્ટેનમેન્ટ ઝોન અને હોટસ્પોટમાં ઇંફ્લુએન્જા જેવા લક્ષણ દેખાતા ટેસ્ટિંગ કિટનો ઉપયોગ થશે. એવા લોકો જેમાં લક્ષણ નથી દેખાઇ રહ્યા (એસિમ્પ્ટોમૈટિક) છે અથવા સંક્રમણ દર્દીઓને મળે છે. તેમનો પણ ટેસ્ટ થવો જોઇએ. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ કિમોથૈરપી તથા ટ્રાન્સપ્લાન્ટનાં દર્દીઓ અને 65 વર્ષથી વધારેના લોકોની પણ તપા કરવા માટેની વાત કરવામાં આવી છે. 

સાઉથ કોરિયાએ વિકસિત કરી છે કિટ
ICMR અનુસાર રાજ્યોને સ્ટાન્ડર્ડ એન્ટિજન કિટ (Q COVID 19 Ag Kit) દ્વારા તપા કરવા માટેની સલાહ આપતા કહ્યું કે, આ તપાસ માટે કોઇ પ્રકારનાં મશીનની જરૂર નથી અને 30 મિનિટમાં પરિણામ સામે આવે છે. તપાસનું પરિણામ આંખોથઇ જોઇ શકાય છે. કોરોના સંક્રમણની માહિતી મેળવવા માટેની સર્વશ્રેષ્ઠ ટેક્નીક ળેય નવા એન્ટીજન કિટને સાઉથ કોરિયાની કમ્પની એસડી બાયોસેંસરે વિકસિત કરી છે. ICMR અને એમ્સ કિટની તપા કરવાની ક્ષમતા પારખી ચુક્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news