પૂર્વી લદ્દાખના તણાવ વાળા ક્ષેત્રથી નથી હટ્યું ચીન, ભારતે પણ દેખાડી સૈન્ય તાકાત
સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય સેનાએ 15-16 જૂને પેટ્રોલિંગ પોઈન્ટ 14ની પાસે જે સ્ટ્રક્ચરને ઉખેડી દીધા હતા, ચીને ફરીથી તેને બનાવી લીધા છે. સામે ભારત પણ લદ્દાખમાં પોતાની સૈન્ય તાકાતને વધારી રહ્યું છે.
Trending Photos
લેહઃ 15 જૂને ભારત અને ચીન (india china face off) વચ્ચે થયેલા ખુની સંઘર્ષ બાદ સરહદ પર તણાવ ઓછો કરવાનો પ્રયાસ જારી છે. બંન્ને દેશો વચ્ચે જ્યાં એકતરફ વાતચીત ચાલી રહી છે તો એલએસીની પાસે તણાવ વાળા ક્ષેત્રમાં ચીન સતત પોતાની શક્તિ વધારી રહ્યું છે અને સૈન્ય નિર્માણ જારી રાખ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો પ્રમાણે, પૈંગાંગ સો (pangong tso lake) ઝીલ સહિત ફિંગર એરિયા (finger area)ની આસપાસ ચીને પોતાની સૈન્ય શક્તિ વધારી દીધી છે. આ સિવાય વિવાદિત વિસ્તારની પાસે પણ નિર્માણ કાર્ય રોક્યું નથી.
સૂત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધી ભારત ફિંગર 8 સુધી પોતાનો દાવો કરે છે, પરંતુ હાલના તણાવ બાદ ચીન ભારતની પેટ્રોલિંગ પાર્ટીઓને ફિંગર ચારથી આગળ જવા દેતું નથી. સૂત્રોએ જણાવ્યું કે, ફિંગર એરિયામાં ચીને આક્રમક રૂપથી ઘણા વિસ્તારને પોતાના નિયંત્રણમાં લઈ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, ગલાન નદી વિસ્તારમાં ખુની સંઘર્ષ બાદ પણ ચીને પોતાના ઘણા સ્ટ્રક્ચર ઉભા કરી લીધા છે.
સેનાએ જે સ્ટ્રક્ચરને ઉખેડી નાખ્યા હતા, ચીને ફરી બનાવી લીધા
સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય સેનાએ 15-16 જૂને પેટ્રોલિંગ પોઈન્ટ 14ની પાસે જે સ્ટ્રક્ચરને ઉખેડી દીધા હતા, ચીને ફરીથી તેને બનાવી લીધા છે. આ સાથે દૌલત બેગ ઓલ્ડી સેક્ટરની સામેના વિસ્તારમાં પણ ચીની સેના ભારતના પેટ્રોલિંગ પોઈન્ટ 10થી 13 વચ્ચે પણ તમામ મુશ્કેલી ઉભી કરી રહી છે.
બુધવારે ફાઇટર જેટે એરબેઝથી ભરી ઉડાન
પરંતુ ભારત પણ લદ્દાખમાં પોતાની સૈન્ય તાકાતને વધારી રહ્યું છે. આર્મી ચીફ એમએમ નરવણેના પ્રવાસ વચ્ચે બુધવારે લદ્દાખના આકાશમાં ભારતીય વાયુ સેનાના ફાઇટર જેટ ઉડાન ભરતા દેખાયા હા. લેહ સ્થિત મિલિટ્રી બેસથી બુધવારે ઘણા ભારતીય જેટે ઉડાન ભરી અને 240 કિલોમીટર દૂર સ્થિતિ સરહદ રેખા સુધી પ્રવાસ કર્યો હતો.
લેગ જતા રસ્તાઓ પર બની ચેકપોસ્ટ, ટ્રક અને ટેન્કોની હાજરી
બુધવારે લેહ જતા ઘણા રસ્તાપર મિલિટ્રી ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. શહેરમાં આર્મીની ગતિવિધિઓ પણ વધી ગઈ છે. લેહના નિવાસીઓએ રસ્તાઓ પર મોટી માત્રામાં આર્મી ટ્રકો અને આર્ટિલરીની હાજરીની પુષ્ટિ કરી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે