ફરાર બાહુબલી અનંત સિંહે વીડિયો બહાર પાડીને કહ્યું- 'ભાગ્યો નથી, બે દિવસમાં કરીશ સરન્ડર, પરંતુ...'
બિહારના મોકામા વિધાનસભા બેઠકથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અનંત સિંહ ફરાર થયા બાદ પહેલીવાર કેમેરા સામે આવ્યાં અને પોતાની વાત રજુ કરી.
Trending Photos
પટણા: બિહારના મોકામા વિધાનસભા બેઠકથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અનંત સિંહ ફરાર થયા બાદ પહેલીવાર કેમેરા સામે આવ્યાં અને પોતાની વાત રજુ કરી. તેમણે અનેક મીડિયા હાઉસને આ વીડિયો મોકલાવ્યો અને કેટલાક મામલે પોતાની વાત પણ રજુ કરી.
ત્રણ દિવસ બાદ કરશે સરન્ડર
અનંત સિંહે એક વીડિયો બહાર પાડીને કહ્યું કે મને ધરપકડથી ડર લાગતો નથી. મારા બીમાર મિત્રને જોવા માટે આવ્યો છું. 3-4 દિવસમાં સરન્ડર કરી દઈશ પરંતુ સરન્ડર કરતા પહેલા હું મારા ઘરે જઈશ અને મીડિયા સાથે વાત કર્યા બાદ સરન્ડર કરીશ.
એકે-47 મળી આવવા પર આપ્યો જવાબ
આ સાથે જ એકે-47 મળી આવવાના મુદ્દે અનંત સિંહે કહ્યું કે હું તે ઘરમાં છેલ્લા 14 વર્ષથી ગયો નથી. આથી ત્યાં એકે-47 રાખવાનો સવાલ જ નથી. ત્યાં દુશ્મનનું અને મારું ઘર એક જ પ્લોટમાં છે. ત્યાં અમે એકે-47 શું કામ રાખીએ.
નીતિશકુમાર સાથે કરી મુલાકાત
અનંત સિંહે કહ્યું કે તેમણે નીતિશકુમારને મળવાનો સમય માંગ્યો છે પરંતુ નીતિશકુમારે તેમને મળવાનો સમય આપ્યો નથી. આથી ત્યારબાદ તેઓ પોતાના બીમાર મિત્રને જોવા માટે ગયા છે.
જુઓ LIVE TV
ફરાર અપરાધીને શરણ આપવા પર કહ્યું
ફરાર અપરાધી છોટન સિંહને શરણ આપવાના મામલે અનંત સિંહે કહ્યું કે જે કેમાં છોટન સિંહની ધરપકડ કરવામાં આવી છે તે કેસ સરકારે પહેલેથી ખતમ કરી દીધો છે. લિપિ સિંહે કહ્યું છે કે અનંત સિંહ પર કોઈ કેસ નથી. ખતમ એટલા માટે કરાયો જ્યારે સારો કેસ અમને મળી ગયો તો નબળો કેસ કેમ રાખીએ અને અમારા કુટુમની ધરપકડ કરી લીધી.
અમે ઓર્ડર આપનારા છીએ છોટન ગોળી ચલાવનાર છે
અનંત સિંહે કહ્યું કે ધરપકડ કરાયેલો છોટન સિંહ તેમનો સંબંધી છે. જે કેસને ખતમ કરી દેવાયો હતો તે કેસમાં છોટન સિંહને ફ્લેટમાંથી ઉઠાવીને લઈ ગયા. અમે ઓર્ડર આપનારા છીએ અને છોટન સિંહ ગોળી ચલાવનારો છે. તો અમે દોષિત નથી અને તેને લઈને પોલીસ જતી રહી.
અત્રે જણાવવાનું મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહની મુશ્કેલીઓ વધી રહી છે. તેમના પર એક પછી એક કેસ દાખલ થઈ રહ્યાં છે. પોલીસ જ્યારે અનંત સિંહની ધરપકડ કરવા માટે ગઈ તો તેઓ તે અગાઉ જ તેમના ઘરેથી ફરાર થઈ ગયા હતાં.
અનંત સિંહના ઘરમાંથી પોલીસે વિવેકા પહેલવાર પર ગોળી ચલાવવાના મામલે ફરાર વોન્ટેડ છોટન સિંહની ધરપકડ કરી. આ મામલે પણ અનંત સિંહ પર ફરાર અપરાધીને શરણ આપવાનો મામલો નોંધાયો છે.
નોંધનીય છે કે અનંત સિંહના લદમા સ્થિત ઘરમાંથી 16 ફેબ્રુઆરીના રોજ પોલીસને એકે 47 અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યાં હતાં. આ સાથે જ અન્ય સંદિગ્ધ સામાન પણ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે યુએપીએ હેઠળ કેસ દાખલ કર્યો છે. આ સાથે મામલાની તપાસમાં એનઆઈએ પણ સામેલ થઈ હતી અને આ મામલાને મુંગેર મામલા સાથે જોડીને તપાસ થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે