'IAF'ના પાઈલટોને મારી સલામઃ રાહુલ ગાંધીએ કરી ટ્વીટ
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું, 'તમે અમારું ગૌરવ વધાર્યું છે.', ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ભારતીય વાયુસેનાના પાઈલટ અને કેન્દ્ર સરકારને આ કાર્યવાહી બદલ આભિનંદન પાઠવ્યા હતા
Trending Photos
નવી દિલ્હીઃ પુલવામા હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં જૈશના 12 ઠેકાણાને નેસ્તનાબૂદ કરી નાખ્યા છે. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભારતીય વાયુસેનાના જવાનોને સલામ કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, "ભારતીય વાયુસેનાના પાઈલટોને મારી સલામ." ભારતીય વાયુસેનાના ઓપેરશનનું દરેક વ્યક્તિ સ્વાગત કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ ભારતીય વાયુસેનાની પ્રસંશાનું પૂર આવ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ભારતીય વાયુસેનાના પાઈલટોની પ્રશંસા કરતા જણાવ્યું કે, "હું ભારતીય વાયુસેનાના પાઈલટોની બહાદ્દુરીને સાલમ કરું છું. જેમણે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓનો સફાયો કરીને અમારું ગૌરવ વધાર્યું છે." આ સાથે જ કેજરીવાલે ભારત-પાક વચ્ચે વધેલા તણાવને કારણે દિલ્હીને વિશેષ દરજ્જો આપવા માટે તેમનો ભૂખ હડતાળ પર બેસવાનો કાર્યક્રમ હાલ પુરતો મોકૂફ રાખ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી વજિય રૂપાણીએ પણ ટ્વીટ કરતા જણાવ્યું કે, "ભારતીય વાયુસેના અને નરેન્દ્ર મોદીને સરકારને આતંકવાદ સામેની કાર્યવાહી બદલ અભિનંદન. કેન્દ્ર સરકારે 130 કરોડ ભારતીયોના વિશ્વાસમાં વધારો કર્યો છે."
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાએ વહેલી સવારે 3.30 કલાકો મિરાજ 2000 વિમાન વડે પીઓકેના બાલાકોટમાં આવેલા જૈશના આતંકી ઠેકાણા પર 1000 કિલોના 6 બોમ્બ ફેંક્યા હતા અને તેના અનેક તાલીમી કેમ્પ તથા કન્ટ્રોલ રૂમનો સફાયો કરી નાખ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે