કારમાં બેઠા હતા મુખ્યમંત્રીના બહેન, પોલીસ આવી અને ગાડી સહિત ઉઠાવી લઈ ગઈ, જુઓ Video

YSRTP Chief Sharmila: મુખ્યમંત્રી આવાસની પાસે શર્મિલાને પોલીસે રોકી લીધા અને કસ્ટડીમાં લેવાની વાત કહી. તેમને કારમાંથી બહાર આવવાનું કહ્યું પરંતુ શર્મિલાએ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ પોલીસની વેને તેમને ગાડી સહિત ઉઠાવી લીધા હતા. 
 

કારમાં બેઠા હતા મુખ્યમંત્રીના બહેન, પોલીસ આવી અને ગાડી સહિત ઉઠાવી લઈ ગઈ, જુઓ Video

હૈદરાબાદઃ હૈદરાબાદમાં વાઈએસઆર તેલંગણા પાર્ટી (YSRTP)ના પ્રમુખ વાઈ.એસ શર્મિનાને સ્ટેટ પોલીસે કાર સહીત ઉઠાવી લીધા. તેમણે 28 નવેમ્બરે વારંગલમાં પદયાત્રા દરમિયા થયેલા વિરોધ પ્રદર્શન વિરુદ્ધ મુખ્યમંત્રીના આવાસ પર ધરણા-પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીની બહેન શર્મિલા રેડ્ડી સત્તારૂઢ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન માટે મુખ્યમંત્રી હાઉસ એટલે કે પ્રગતિ ભવન જઈ રહ્યાં હતા. આ દરમિયાન તે ખુદ પોતાની કાર ચલાવી રહ્યાં હતા, જેને પ્રદર્શનકારીઓએ નુકસાન પહોંચાડ્યું હતું. 

આ કારના કાચને તોડી દેવામાં આવ્યા હતા. તે જ્યારે મુખ્યમંત્રી હાઉસ તરફ વધ્યા, તેને પોલીસે રોકી લીધા અને કસ્ટડીમાં લેવાની વાત કહી. તેમને કારમાંથી બહાર આવવાનું કહ્યું પરંતુ તેમણે કારમાંથી બહાર નિકળવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ પોલીસની વેને તેમને ગાડી સહિત ઉઠાવી લીધા હતા.

સીએમ આવાસનો ઘેરાવ કરવાનો પ્લાન હતો
શર્મિલાએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે પ્રગતિ ભવન ખાતે એકત્ર થવાની યોજના બનાવી હતી. તેમના કેટલાક કાર્યકરોને પોલીસે બિલ્ડિંગની બહારથી જ કસ્ટડીમાં લીધા હતા. જ્યારે, શર્મિલા એ જ એસયુવીમાં મુસાફરી કરી રહી હતી જે વારંગલમાં TRS કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી. તે ડ્રાઈવરની સીટ પર બેઠી અને પોતાની જાતને અંદરથી લૉક કરી લીધી. આ દરમિયાન કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

— ANI (@ANI) November 29, 2022

પોલીસે તેની કાર રોકી અને તેને બહાર નીકળવા કહ્યું, પોલીસ થોડીવાર પ્રયાસ કરતી રહી પરંતુ તે અડગ રહી. આ પછી પોલીસ અધિકારીઓએ ટો ટ્રક બોલાવી અને શર્મિલાને તેની કાર સહિત ઉપાડી. ટો ટ્રકની મદદથી પોલીસ અધિકારીઓ તેમને કાર સાથે 4 કિમી દૂર એસઆર નગર પોલીસ સ્ટેશન લઈ ગયા.

28 નવેમ્બરથી પોલીસ પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા
આ દરમિયાન પોલીસની કાર્યવાહીના વિરોધમાં કાર્યકર્તા એકત્ર થવા લાગ્યા હતા. તેનાથી પોલીસ સ્ટેશનમાં પણ તણાવ જોવા મળ્યો હતો. આ પહેલાં 28 નવેમ્બરે તેમને વારંગલ જિલ્લાના ચેન્નારાઓપેટા મંડળ હેઠળ આવનાર લિંગાગિરી ગામમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં તેમને નરસમપેટ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. 

શર્મિલા રેડ્ડીએ પોતાની પદયાત્રા દરમિયાન સ્થાનીક ધારાસભ્ય પી. સુદર્શન રેડ્ડી પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે ધારાસભ્ય પાસે પોતાની કમાણીના સ્ત્રોત પર સવાલ ઉઠાવ્યો. શર્મિલાની પદયાત્રા દરમિયાન આગચાંપી કરવામાં આવી અને તેમની એસયૂવીને ટીઆરએસ કાર્યકર્તાઓએ તોડી નાખી હતી. 

શર્મિલા રેડ્ડીનો આરોપ છે કે પદયાત્રા દરમિયાન ટીઆરએસના કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો, બસ સળગાવી અને ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં આ દરમિયાન તેમણે પાર્ટીના ઝંડા પણ ફાડી નાખ્યા હતા. વાઈએસઆરટીપીએ કહ્યું કે, તે ટીઆરએસના ગુંડાઓથી ડરશે નહીં અને તેમની સાથે ઉભા રહેનાર કરોડો માટે માર્ચ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news