ભારે વરસાદથી આંધ્ર પ્રદેશ-તેલંગણામાં 25 લોકોના મોત, પીએમ મોદીએ તમામ શક્ય મદદની ખાતરી આપી

હૈદરાબાદમાં સતત વરસાદે શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ કર્યું છે અને જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. તેલંગણા રાજ્ય તંત્રની વિનંતી પર ચાર એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે.

 ભારે વરસાદથી આંધ્ર પ્રદેશ-તેલંગણામાં 25 લોકોના મોત, પીએમ મોદીએ તમામ શક્ય મદદની ખાતરી આપી

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદને કારણ તબાહી થઈ છે અને બંન્ને રાજ્યોમાં કુલ મળીને 25 લોકોના મોત થયા છે. વરસાદની સૌથી વધુ અસર હૈદરાબાદમાં જોવા મળી છે. હૈદરાબાદના ઘણા ભાગમાં સતત વરસાદને કારણે અત્યાર સુધી 25 લોકોના મોત થયા છે. 

હૈદરાબાદમાં 15 લોકો સિવાય કુર્નૂલ નગરમાં 3 લોકોના મોત થયા છે. તેમાંથી 9 લોકોના મોત તો બદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દીવાલ પડવાથી થયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને નિચલા વિસ્તાર તો જળમગ્ન છે. તેલંગણામાં 18 લોકો તો આંધ્રમાં 7 લોકોના મોત થયા છે. 

આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, તેમણે ભારે વરસાદથી પરેશાન આંધ્ર પ્રદેશ અને તેલંગણાના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે અને મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. પીએમ મોદીએ કહ્યુ- 'ભારે વરસાદને કારણે તેલંગણા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને વાઈએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી. કેન્દ્રએ દરેક સંભવ બચાવ અને રાહત કાર્યમાં મદદ તથા સહયોગનું આશ્વાસન આપ્યું છે. ભારે વરસાદથી પ્રભાવિત લોકો વિશે વિચારી રહ્યો છું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આપદા પર દુખ વ્યક્ત કર્યું છે.'

— Narendra Modi (@narendramodi) October 14, 2020

પ્રતિ વ્યક્તિ 500 રૂપિયાની તત્કાલ મદદ
બીજીતરફ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવા અને રાહત શિબિરોમાં શરણ લેનારા લોકોને દરેક સંભવ મદદ આપવાના નિર્દેશ આપ્યા છે અને શિબિરમાં દરેક વ્યક્તિને 500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

ચક્રાવાતી તોફાનને કારણે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ ઉત્તપન થવા પર બુધવારે અમરાવતીમાં એક સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી રેડ્ડીએ જિલા તંત્રને પૂરથી પ્રભાવિત ક્ષેત્રોમાં યોગ્ય ઉપાય કરવાના આદેશ આપ્યા છે. સાથે પૂર રાહત શિબિરોમાં શરણ લેનાર દરેક વ્યક્તિને 500 રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. 

હૈદરાબાદમાં એનડીઆરએફની 4 ટીમ
NDRF તરફથી જારી પ્રેસ રિલીઝ અનુસાર, હૈદરાબાદમાં સતત વરસાદે શહેરમાં પૂર જેવી સ્થિતિ પેદા કરી છે અને શહેરમાં જનજીવનને અસ્ત-વ્યત્ત કરી દીધું છે. તેલંગણા રાજ્ય તંત્રની વિનંતી પર પ્રાકૃતિક આપદાનો સામનો કરતા માટે એનડીઆરએફની 4 ટીમોને શહેરમાં તૈનાત કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news