હૈદરાબાદ: એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીઓને લોકોએ ગુલાબની પાંદડીઓથી વધાવ્યાં, મહિલાઓએ રાખડી બાંધી

જે વહેલી સવારે જે સ્થળે આ આરોપીઓએ પીડિતા વેટેનરી ડોક્ટરનો 27 નવેમ્બરના રોજ ગેંગરેપ કરીને હત્યા કરી હતીં ત્યાં જ તેઓ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતાં. હૈદરાબાદથી લગભગ 50 કિમી દૂર શાદનગર પાસે ચટનપલ્લીથી ભાગવાની કોશિશ કરી હતી. ચારેય આરોપીઓ માર્યા ગયાં.

હૈદરાબાદ: એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીઓને લોકોએ ગુલાબની પાંદડીઓથી વધાવ્યાં, મહિલાઓએ રાખડી બાંધી

હૈદરાબાદ: હૈદરાબાદ ગેંગરેપ (Hyderabad Gangrape)ના તમામ આરોપીઓને પોલીસ દ્વારા આજે વહેલી સવારે એક એન્કાઉન્ટર (Encounter) માં ઠાર કરાયા છે. આ એન્કાઉન્ટર બાદ લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને પોલીસ ટીમ પર ગુલાબની પાંદડીઓ વરસાવવા લાગ્યા હતાં. લોકોએ પોલીસને મીઠાઈ પણ ખવડાવી. મહિલાઓએ પોલીસ અધિકારીઓને હાથ પર રાખડી પણ બાંધી.

— ANI (@ANI) December 6, 2019

અત્રે જણાવવાનું કે આજે વહેલી સવારે જે સ્થળે આ આરોપીઓએ પીડિતા વેટેનરી ડોક્ટરનો 27 નવેમ્બરના રોજ ગેંગરેપ (Gangrape) કરીને હત્યા કરી હતીં ત્યાં જ તેઓ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતાં. હૈદરાબાદ (Hyderabad) થી લગભગ 50 કિમી દૂર શાદનગર પાસે ચટનપલ્લીથી ભાગવાની કોશિશ કરી હતી. ચારેય આરોપીઓ માર્યા ગયાં. આરોપીઓએ શમશાબાદ પાસે સામૂહિક દુષ્કર્મ કરીને પીડિતાની હત્યા કરી મૃતદેહને બાળી મૂક્યો હતો. 

તપાસના ભાગ રૂપે ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા હતાં. જ્યાં આરોપીઓએ ભાગવાની કોશિશ કરી અને ત્યારબાદ પોલીસે તેમને અથડામણમાં ઠાર કર્યા હતાં. યુવા ડોક્ટર સાથે થયેલી દર્દનાક ઘટના બાદ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો હતો. અપરાધીઓને તત્કાળ મોતની સજા આપવાની માગણી ઉઠી હતી. 

આ VIDEO ખાસ જુઓ...

પોલીસનો દાવો આરોપીઓએ હથિયાર છીનવ્યા હતાં
ડીસીપી શમશાબાદ પ્રકાશ રેડ્ડીએ કહ્યું કે સાઈબરાબાદ પોલીસ આરોપીઓને ક્રાઈમ સ્પોટ પર ઘટનાઓના રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છીનવ્યાં અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. રેડ્ડીએ કહ્યું કે પોલીસે આત્મરક્ષામાં જવાબી ફાયરિંગ કર્યું જેમાં આરોપીઓ માર્યા ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news