ખુશ થઈને ભાવનગરના આ ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસને આપ્યું 1 લાખનું ઈનામ

હાલ સમગ્ર દેશમાં હૈદરાબાદ પોલીસી બહાદુરીના વખાણ થઈ રહ્યાં છે. ચારેતરફથી લોકો તેમની વાહવાહી કરી રહ્યાં છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યાં છે કે હૈદરાબાદ પોલીસે આક્રમક પગલુ લીધું છે. ત્યારે ભાવનગર પાસેના મહુવાના ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઇનામ જાહેર કર્યું છે.
ખુશ થઈને ભાવનગરના આ ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસને આપ્યું 1 લાખનું ઈનામ

વિપુલ બારડ/ભાવનગર :હાલ સમગ્ર દેશમાં હૈદરાબાદ પોલીસી બહાદુરીના વખાણ થઈ રહ્યાં છે. ચારેતરફથી લોકો તેમની વાહવાહી કરી રહ્યાં છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યાં છે કે હૈદરાબાદ પોલીસે આક્રમક પગલુ લીધું છે. ત્યારે ભાવનગર પાસેના મહુવાના ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઇનામ જાહેર કર્યું છે.

હૈદરાબાદમાં દિશાનો બળાત્કાર કરનાર આરોપીને પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. શુક્રવારની સવાર દેશવાસીઓ માટે ગુડ ન્યૂઝ લઈને આવી હતી. ત્યારે હૈદરાબાદ પોલીસ વેલ્ફેર માટે મહુવાના રાજભા નામના ઉદ્યોગકારે એક લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. આ રોકડ રકમને સમગ્ર ગુજરાત તરફથી હૈદરાબાદ પોલીસને મોકલવામાં આવશે. હૈદરાબાદ ચકચારી બળાત્કાર પ્રકરણમાં પોલીસની સફળતા અને પોલીસના જુસ્સા માટે  સૌરાષ્ટ્રના મહુવાના ઉદ્યોગકાર રાજભાની ઉદારતા સામે આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news