કોરોનાના કારણે બંધ હતી શાળા, હવે ખૂલી તો ક્લાસરૂમમાં એવું કંઈક જોવા મળ્યું, PHOTOS જોઈને થથરી જશો
ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે અહીં એક શાળાની અંદરથી માનવ કંકાળ મળી આવ્યું છે. જેના કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ક્લાસરૂમની સફાઈ કરતી વખતે આ માનવ કંકાળ મળી આવ્યું. ત્યારબાદ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કેસની તપાસ શરૂ કરી. જાણો સમગ્ર મામલો.
Trending Photos
Human Skeleton In School: ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે અહીં એક શાળાની અંદરથી માનવ કંકાળ મળી આવ્યું છે. જેના કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ક્લાસરૂમની સફાઈ કરતી વખતે આ માનવ કંકાળ મળી આવ્યું. ત્યારબાદ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કેસની તપાસ શરૂ કરી. જાણો સમગ્ર મામલો.
વારાણસીની સ્કૂલમાં માનવ કંકાળ
અત્રે જણાવવાનું કે કોરોના સંકટ કાળ બાદ યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશમાં વારાણસીના જે.પી.મહેતા ઈન્ટર કોલેજથી હચમચાવી નાખે તેવી ઘટના જોવા મળી છે. જ્યારે આ શાળાનો એક ક્લાસરૂમ ખોલવામાં આવ્યો તો બધા ચોંકી ગયા. ક્લાસરૂમમાં બેન્ચ નીચેથી નર કંકાળ મળી આવ્યું. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી અને તપાસમાં લાગી.
શાળા કોરોના કાળમાં બની હતી શેલ્ટર હોમ
કોરોના કાળમાં જે.પી.મહેતા ઈન્ટર કોલેજ ને શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો રહ્યા હતા. જેમાંથી મોટાભાગના ભિખારી અને ગરીબો હતા. બુધવારે જ્યારે ક્લાસરૂમને ખોલીને સફાઈ શરૂ કરવામાં આવી તો ત્યાં બેન્ચ નીચે એક નર કંકાળ પડ્યું હતું.
ફોરેન્સિક ટીમે શરૂ કરી માનવ કંકાળની તપાસ
ક્લાસરૂમમાં નર કંકાળ મળી આવ્યા બાદ તરત પોલીસને સૂચના આપવામાં આવી. ત્યારબાદ ઘટનાસ્થળે કેન્ટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રાકેશકુમાર સિંહ પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરીને આ અંગેની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપી. ત્યારબાદ તપાસ માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી. (પ્રતિકાત્મક તસવીર-સાભાર રોયટર્સ)
શાળા મેનેજમેન્ટને વ્યક્ત કર્યો આ શક
અત્રે જણાવવાનું કે જે.પી.મહેતા ઈન્ટર કોલેજના મેનેજમેન્ટે આશંકા વ્યક્ત કરી છે કે કોરોના કાળમાં જ્યારે શાળાને શેલ્ટર હોમ તરીકે બનાવવામાં આવી ત્યારે બની શકે કે કોઈનું અહીં મોત થયું હોય. આ બાજુ શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર એન કે સિંહે કહ્યું કે કોરોના કાળમાં શાળા પરિસરમાં ખુબ ઘાસ અને ઝાડી ઊગી ગઈ હતી. જેના કારણે શાળાના ક્લાસરૂમની સફાઈ થઈ શકી નહતી. જ્યારે સફાઈ કરાઈ તો ત્યાંથી નરકંકાળ મળ્યું. (પ્રતિકાત્મક ફોટો- સાભાર રોયટર્સ)
જરૂર પડ્યે થશે DNA ટેસ્ટ
વારાણસીના કેન્ટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રાકેશ કુમાર સિંહે કહ્યું કે ડેડબોડી ખુબ જૂની છે. આ મામલે પોસ્ટમોર્ટમ બાદ કઈ કહેવું યોગ્ય રહેશે. હાલ સ્થિતિ સ્પષ્ટ નથી. જરૂર પડ્યે ડીએનએ ટેસ્ટ પણ થશે. હાલ ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે