મુંબઈ હુમલાના 10 વર્ષ બાદ આવી સુરક્ષા છે આપણી દરિયાની સરહદ પર
આપણા સમુદ્ર તટ પર સુરક્ષાની ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા છે. આ વ્યવસ્થા નેવી, કોસ્ટ ગાર્ડ અને સમુદ્ર તટીય પ્રદેશોની મરીન પોલીસ મળીને બને છે. પ્રદેશોની મરીન પોલીસ કિનારાથી 12 નોટિકલ માઈલ સુધીની સીમાને ગાર્ડ કરે છે. કોસ્ટ ગાર્ડથી 12થી 200 નોટિકલ માઈલ અને નેવી 200 નોટિકલ માઈલના બાદની સુરક્ષાની જવાબદારી ઉઠાવે છે.
Trending Photos
નવી દિલ્હી : 10 વર્ષ પહેલા 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈ પર થયેલા આતંકી હુમલામાં ભારતની સમુદ્ર તટની સુરક્ષામાં મોટી ખામી સાબિત કરી હતી. આજે મુંબઈ હુમલાની 10મી વરસી છે. આજે એક દાયકા બાદ જોઈએ તો આપણી કોસ્ટલ સિક્યોરિટી મજબૂત બનવવા માટે કેવું કામ થયું છે. ઈન્ટેલિજન્સ અને સુરક્ષા એજન્સીઓની વચ્ચે તાલમેલ નક્કી કરવામાં આવ્યું છે.
સમુદ્રતટ પર ત્રિસ્તરીય સુરક્ષા
આપણા સમુદ્ર તટ પર સુરક્ષાની ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા છે. આ વ્યવસ્થા નેવી, કોસ્ટ ગાર્ડ અને સમુદ્ર તટીય પ્રદેશોની મરીન પોલીસ મળીને બને છે. પ્રદેશોની મરીન પોલીસ કિનારાથી 12 નોટિકલ માઈલ સુધીની સીમાને ગાર્ડ કરે છે. કોસ્ટ ગાર્ડથી 12થી 200 નોટિકલ માઈલ અને નેવી 200 નોટિકલ માઈલના બાદની સુરક્ષાની જવાબદારી ઉઠાવે છે.
કેમ છે ત્રિસ્તરીય સુરક્ષાની વ્યવસ્થા
તેનો જવાબ ભારતના સમુદ્ર તટોની સ્થિતિમાં છુપાયેલો છે. ભારતના 9 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોથી દૂર સમુદ્ર તટ દુનિયાના વ્યસ્તતમપારંપરિક સમુદ્રી વેપાર રસ્તાઓમાંથી એક છે. તે શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ગલ્ફ દેશોની નજીક છે. જેનાથી સુરક્ષામાં ખતરો મંડરાઈ રહ્યો છે. એક ઉદાહરણ જોઈએ તો, ગુજરાત અને સંયુક્ત આરબ અમીરાતની વચ્ચે માત્ર 2000 કિલોમીટરથી પણ ઓછું અંતર છે.
26/11 બાદનો બદલો
તટીય સુરક્ષામાં ભૂલ હોવાને કારણે મુંબઈને એક ડેડલી અને આયોજનબદ્ધ આતંકી હુમલાનું શિકાર થવું પડ્યું. મુંબઈ હુમલાથી અંદાજે બે દાયકા પહેલા કોસ્ટલ સિક્યોરિટી સ્કીમ બનાવવામાં આવી હતી. પરંતુ આ હુમલા બાદ તેને લોન્ચ કરવામાં આવી. જે અંતર્ગત કોસ્ટલ પોલીસ સુરક્ષા બનાવવામાં આવ્યા, કોસ્ટલાઈન પર વધારાના રડાર સ્ટેશન બનાવવામાં આવ્યા. હાલ સુરક્ષામાં 200 બોટ, જહાજને સામેલ કરવાની યોજના છે. તેના માટે 60 જેટી બનાવવામાં આવી છે.
મુંબઈમાં 10 વર્ષ પહેલા જે આતંકી હુમલો થયો હતો, તે માટે અજમલ કસાબ સહિતના આતંકીઓ ગુજરાતના દરિયા માર્ગેથી મુંબઈ પહોંચ્યા હતા. 2008માં આતંકી કસાબ અને તેના સાથીઓએ ગુજરાતની એક બોટને હાઈજેક કરી હતી, અને ત્યાંથી તેઓ મુંબઈ પહોંચ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે