અશ્વ હતા રાજાની આન બાન શાન, જાણો ભારતના મહારાજાઓના અશ્વોની વીરતાની કહાની
શૂરવીરોને યુદ્ધના મેદાનમાં જંગ જીતાડવામાં સૌથી મોટો હાથ તેમની સવારીનો હોય છે. ઘોડાના બળ સાથે ઘણા યુદ્ધ લડવામાં આવ્યા છે. ભારતના ઈતિહાસના થયેલા મહાયુદ્ધોને જ્યારે આપણે યાદ કરીએ ત્યારે આપણી સામે આપણા મહાન યોદ્ધાઓની સ્વરાજની આગવાળી બૂમ સંભળાવા લાગે છે આવો જાણીએ એ અશ્વો વિશે જે યુદ્ધના મેદાનમાં યોદ્ધાના જાંબાઝ સાથી બન્યા.
- મહારાણા પ્રતાપના ચેતક ઘોડાની રસપ્રદ કહાની
- સિકન્દરના ઘોડા બૂકી ફાઈલસનો પણ છે ઈતિહાસ
- છત્રપતિ શિવાજીએ તેમના જીવનકાળમાં રાખ્યા 7 ઘોડા
Trending Photos
નિરજ ચોકસી, અમદાવાદઃ ઘોડા માત્ર સવારીનું સાધન નહીં પરતું યુદ્ધમાં એક યોદ્ધા માનવામાં આવતા હતા.શૂરવીરોએ યુદ્ધના મેદાનમાં ઘોડાના બળ પર ઘણા યુદ્ધ લડ્યા છે.સદીઓ પહેલા કોઈ રાજ્ય પર આક્રમણ કરવું હોય તો તે પહેલા જાણી લેવામાં આવતું કે તેમની પાસે સૌનિકો અને અસ્ત્ર-શસ્ત્ર કેટલા છે. તે તેમે જાણતા હશો પરતું તમે એ નહીં જાણતા હોવ કે રાજા પાસે અશ્વો અને કેટલા હાથી છે. ઘોડાઓએ યોદ્ધાઓને કેટલો સાથ આપ્યો છે તેનો ઈતિહાસ સાક્ષી છે. મહારાણા પ્રતાપનો જીવ બચાવવા ઈજાગ્રસ્ત ચેતક 26 ફૂટની ખાઈ કૂદી ગયો હતો.સિકન્દરે પોતાના ઘોડાની યાદમાં બૂકિફાલા નામના નગરની સ્થાપના કરી હતી.
દુનિયાના સૌથી મહાન સ્વામી ભક્ત ઘોડામાં ગણતરી પામનારો મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક આજે વીર યોદ્ધાની માફક યાદ કરાય છે. ચેતક મહારાણા પ્રતાપનો સૌથી પ્રિય ઘોડો હતો.ગુજરાતનો એક વેપારી તેના ત્રણ
ઘોડા સાથે મારવાડના દરબારમાં પહોચ્યો હતો.વેપારી પાસે 3 ઘોડા હતા ચેતક,ત્રાટક અને અટક ચેતક ઘોડાની ઈન્દ્રશ્વેત ચમકે દરેકને આકર્ષિત કર્યા હતા. વેપારીના કહેવા મુજબ આ ત્રણેય ઘોડા સ્વામીભક્ત હતા. વેપારી ખૂબ ઉંચા ભાવ માગી રહ્યો હતો જેથી મહારાણા પ્રતાપે કહ્યું કે આ ઘોડાઓ સ્વામીભક્ત છે તેનું પ્રમાણ શું?.ત્યારે તે વેપારીએ અટક ઘોડાના પગમાં કાચના ભૂક્કા નાખ્યા અને થોડે દૂર જઈને અલગ અલગ અવાજ કરવા લાગ્યો ઘોડાના પગ જમીનમાં ખૂંદાતા જવાના કારણે તે બહાર ન આવી શક્યો તેને બહાર આવવાની એટલા પ્રયત્ન કર્યા કે તેનું ધડ તેના પગથી અલગ થઈ ગયું.આ દ્રશ્ય જોઈ પ્રતાપે બીજા બન્ને ઘોડા ચેતક અને ત્રાટકને ખરીદી લીધા અને અટકની કિંમત પણ ચૂકવી દીધી.ત્રાટક ઘોડાને મહારાણા પ્રતાપે તેમના ભાઈ શક્તિ સિંહને આપી દીધો.ચેતકને મહારાણા પ્રતાપે પોતાના માટે પસંદ કર્યો. ચેતક મહારાણા પ્રતાપને ખૂબ પ્રિય હતો.
ચેતક વિશે પ્રાથમિક જાણકારી
ચેતકનું મૂળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા હતું.ચેતક કાઠીયાવાડી નસલનો કાઠી દરબારનો ઘોડો હતો જેને એક વેપારી મહારાણા પ્રતાપને વેચવા આવ્યો હતો.ચેતકનું વજન 80 કિલો હતું.મહારાણા પ્રતાપના ભાલાનું વજન 80 કિલો હતું.મહારાણા પ્રતાપનું વજન 110 કિલો હતું.પ્રતાપની બન્ને તલવારોનું વજન અંદાજે 50 કિલો હતું. પ્રતાપના બખતર,ઢાલ અને તલવાર સહિત મહારાણા પ્રતાપ સાથે 208 કિલો વજન થતું હતું જેની સાથે ચેતક ઘોડો યુદ્ધના મેદાનમાં ઉતરતો હતો.ચેતક 1 કલાકમાં 70 કિલો મીટરની ઝડપે દોડતો હતો.સામાન્ય ઘોડાઓ એક કલાકમાં 30થી 35 કિલોમીટરની ઝડપથી જ દોડી શકતા હતા. ચેતક હાથીના મુખ સુધી પહોંચી જતો હતો અને હાથીના મુખ પર તેના બે પગ મુકી દેતો હતો જેથી હાથી પર બેઠેલા યોદ્ધાને મારવામાં મહારાણા પ્રતાપને સરળતા રહે. ચેતક કેવી રીતે લડતો હતો તેને ખૂબ સારી રીતે શ્યામ નારાયણ પાંડેએ તેમના કાવ્યમાં કહ્યું છે જેની એક પંક્તિ રજુ કરી છે.
रणबीच चौकड़ी भर-भर कर
चेतक बन गया निराला था
राणाप्रताप के घोड़े से
पड़ गया हवा का पाला था
जो तनिक हवा से बाग हिली
लेकर सवार उड़ जाता था
राणा की पुतली फिरी नहीं
तब तक चेतक मुड़ जाता था
હલ્દી ઘાટીમાં ચેતકની ભૂમિકા
હલ્દીઘાટીમાં થયેલા યુદ્ધમાં ચેતકે દુશ્મનની છાતી પર ચડીને વારકર્યા. માનસિંહના હાથીના માથે ચેતક ચડી ગયો હતો. મહારાણા પ્રતાપે મહાવત અને હાથી પર સવાર માનસિંહને ભાલો મારી દીધો હતો.મહારાણા પ્રતાપ ચેતક ઘોડાના મુખ આગળ હાથીની સૂંઢ લગાવીને રાખતા હતા જેથી હાથીઓ ભ્રમીત થતા હતા. તે સમય હાથીની સૂંઢમાં ચપ્પા લગાવીને રાખવામાં આવતા હતા જેથી હાથી તેની સૂંઢથી કોઈને પણ મારી શકે. હાથીની સૂંઢ પર લગાવવામાં આવેલું ચપ્પું ચેતકને વાગ્યું હતું જેથી ચેતક ઈજાગ્રસ્ત થયો હતો.સેના પતિ પર હુમલો કર્યા બાદ પ્રતાપ ઘેરાઈ ગયા હતા અને તે સમયે મહારાણા પ્રતાપને બચાવવા ચેતક ઈજાગ્રસ્ત હોવા છતા 5 કિલોમીટર સુધી દોડ્યા હતો અને 26 ફૂટ પહોળી ખાઈ કૂદી ગયો હતો.ખાઈમાં કૂદકો માર્યા બાદ ચેતક લીમડાના ઝાડ નીચે ઢળી પડ્યો હતો અને તેના સ્વામીનો જીવ બચાવી લીધો. ચેતક પોતે મૃત્યું પામ્યો પણ મહારાણા પ્રતાપનો જીવ બચાવી લીધો..ચેતક મૃત્યું પામ્યો તે દિવસ હતો.21 જૂન 1576. આજે પણ રાજસ્થાનના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.
સિકન્દરનો ઘોડો બૂકી ફાઈલસ
એલેકઝેન્ડર મેસીડોન્યાથી ઈરાનમાં લડાઈ કરી ભારત આવ્યા,આટલી મોટી યાત્રા તેમને તેમના ઘોડા બૂકી ફાઈલસ પર કરી.જ્યારે સિકન્દર માત્ર 13 વર્ષના હતા.ત્યારે તેના આ ઘોડાને મેસિડોન્યાના એક વેપારી પાસેથી ખરીદ્યો હતો. બૂકી ફાઈલસ સિકન્દરની વિજય યાત્રા અને ભયાનક યુદ્ધમાં તેની સાથે રહ્યો.જેલમના યુદ્ધમાં જ્યારે રાજા પોરસ સાથે સિકન્દર વચ્ચે યુદ્ધ થયું ત્યારે રાજા પોરસના કુમારોએ સિકન્દરના ઘોડાને તીરોથી વીંધી નાખ્યો હતો.આ ઘોડાની યાદમાં સિકન્દરે જેલમ નદીના કિનારે એક બૂકિફાલા નામના નગરની સ્થાપના પણ કરી જે અત્યારે પાકિસ્તાનમાં છે.
છત્રપતિ શિવાજી માનતા યોદ્ધાઓએ ઘોડા બદલતા રહેવું
મહાન યોદ્ધા શિવાજીનું માનવું હતું કે યોદ્ધાઓએ પોતાનો ઘોડો બદલતા રહેવું જોઈએ.શિવાજી મહારાજની હિન્દવી સેનામાં ભીમથળી નસ્લના ઘોડાઓ રાખવામાં આવતા હતા.આ ઘોડાઓને પહાડ,પર્વતો પર મરાઠા
યોદ્ધાઓને લઈને ચડવા માટેની ટ્રેનિંગ આપવામાં આવતી હતી જેથી પહાડો પરથી સિધો શત્રૂ પર હુમલો કરી શકાય.કોઈ સેના કે શત્રુને ઘેરીને મારવાના હોય ત્યારે અરબી નસ્લના ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવતો
હતો. છત્રપતિ શિવાજી માહારાજે તેમના 50 વર્ષના જીવન કાળમાં કુલ 7 અશ્વોનો ઉપયોગ કર્યો.
શિવાજીએ પોતાના જીવન કાળમાં ઉપયોગ કરેલા 7 ઘોડાઓના નામ
1.મોતી
2. વિશ્વાસ
3.ગજરા
4.રણવીર
5.કૃષ્ણા
6.તુરંગી
7.ઈદ્રાયણી
છત્રપતિ શિવાજી તેમના શાસનના છેલ્લા દિવસોમાં કૃષ્ણા ઘોડા પર જ સવારી કરતા હતા.આ સફેદ રંગનો અશ્વ હતો. વર્ષ 1676મા હિન્દ સ્વરાજ્યની શપથ દરમ્યાન શિવાજી મહારાજે કૃષ્ણા ઘોડાને પોતાના માટે પસંદ કર્યો
હતો.આ શપથ સમયે રાજમાતા જીજાબાઈ ખૂબ ખુશ હતા ત્યારે મહારાજ આજ ઘોડા પર સવાર થઈ તેમને મળવા ગયા હતા.મહારાજની સેનામાં ઘોડો અને ઘોડી એમ બન્ને જાતિના અશ્વો હતા.
- મહારાજા રણજીતસિંઘનો ઘોડો
વર્ષ 1799માં મહારાજા રણજીતસિંઘે લાહોરના કિલ્લા પર તેમની જીતનો ઝંડો ફરકાવ્યો.મહારાજાને ઘોડાઓથી ખૂબ લગાવ હતો.મહારાજાના દરબારમાં એક યુરોપી ઓફિસર બેરન ચાલ્સ આવ્યો તેને મહારાજાને જણાવ્યું કે
પેસાવરના સરદાર યાર મોહમ્મદખાનની પાસે સિરી નામની એક સારી ઘોડી છે. જેની ઝડપ દરેકને હેરાન કરી દે છે.આ ઘોડીને લેવા માટે મહારાજા રણજીતસિંઘે ઘણા પ્રયત્નો કર્યા.કેટલાય દૂત યાર મોહમ્મદ ખાન પાસે મોકલવામાં આવ્યા પરંતુ તે આ ઘોડી આપવા તૈયાર ના થયો અંતમાં યુરોપી જનરલ વેન્તોરાને મોકલવામાં આવ્યા. જે આ ઘોડી લઈને મહારાજ સમક્ષ પહોંચ્યા.કહેવામાં આવે છે કે,આ ઘોડીને લાવવામાં એ જમાનાના 60 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.મહારાજાએ આ ઘોડીનું નામ લેલા રાખ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે