Manifesto: મહિલાઓને 33 ટકા અનામત આપવાની જાહેરાત, સંકલ્પ પત્રમાં અમિત શાહની મોટી વાતો

પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી  (West Bengal Assembly Election) માટે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ રવિવારે કલકત્તામાં પશ્વિમ બંગાળને લઇને ભાજપના વિઝનને ગણાવનાર મેનિફેસ્ટોને જાહેર કર્યો છે.

Manifesto: મહિલાઓને 33 ટકા અનામત આપવાની જાહેરાત, સંકલ્પ પત્રમાં અમિત શાહની મોટી વાતો

કલકત્તા: પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી  (West Bengal Assembly Election) માટે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ રવિવારે કલકત્તામાં પશ્વિમ બંગાળને લઇને ભાજપના વિઝનને ગણાવનાર મેનિફેસ્ટોને જાહેર કર્યો છે. મેનિફેસ્ટોમાં સોનાર બાંગ્લા બનાવવાનો રોડમેપ બતાવવામાં આવ્યો હતો.

અમિત શાહે કહ્યું કે 'ઘણા વર્ષોથી સંકલ્પ પત્ર ફક્ત એક પ્રર્કિયા બનીને રહી ગયો હતો. જ્યારથી ભાજપની સરકારો બનવા લાગી ત્યારથી સંકલ્પ પત્રનું મહત્વ વધવા લાગ્યું કારણ કે ભાજપ સરકારો બનાવ્યા પછી સંકલ્પ પત્ર પર સકારો ચલાવવા લાગી છે. જનતા પાસે મંતવ્યો મંગાવીને સંકલ્પ પત્ર બનાવવામાં આવ્યું. 

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 'સંકલ્પ પત્રમાં ફક્ત જાહેરાતો નહી, પરંતુ આ સંકલ્પ છે દુનિયાના સૌથી મોટા પક્ષનો, આ સંકલ્પ છે દેશમાં 16થી વધુ રાજ્યોમાં જેની સરકાર છે તે પાર્ટીનો, આ સંકલ્પ છે જેની પૂર્ણ બહુમતથી સતત બે વાર બનેલી સરકારનો. 

ગૃહમંત્રીએ કહ્યું કે 'નોકરીમાં મહિલાઓને 33 અનામત આપીશું. પૈસા સીધા બેંક એકાઉન્ટમાં આપી દઇશું. સીમાપારથી કોઇ ધૂસણખોરી ન કરે તે પ્રકારની સુરક્ષા કરી છે. 70 વર્ષોથી જે શરણાર્થી છે તેમને નાગરિકતા આપવામાં આવશે. શરણાર્થીઓને 10,000 રૂપિયા દર વર્ષે આપીશું. તમામ મહિલાઓને કેજીથી પીજી સુધી શિક્ષણ ફ્રી હશે.'

પશ્વિમ બંગાળ માટે ભાજપનો સંકલ્પ પત્ર
- નોકરીમાં મહિલાઓને 33 ટકા અનામત
- સ્વચ્છ પાણી પુરી પાડવામાં આવશે
- ખેડૂતોને રૂપે કાર્ડ મળશે
- મહિલાઓ માટે KG-PG સુધી ફ્રી શિક્ષણ
- કર્મચારીઓને સાતમું પગાર પંચ
- શરણાર્થીઓને 10,000 રૂપિયા દર વર્ષે આપીશું
- ઘૂસણખોરીને રોકીશું.
- 11 હજાર કરોડનું સોનાર બાંગ્લા ફંડ
- 2025 સુધી મેડિકલ સીટોને બમણી કરીશું. 
- દરેક બ્લોકમાં બીપીઓની સ્થાપના
- માછીમારોને 6 હજાર રૂપિયા દર મહિને
- ખેલો બાંગ્લા મહાકુંભનું આયોજન
- ખનીજ માફિયા માટે અલગથી ટાસ્ક ફોર્સ
- પહેલી કેબિનેટ બેઠકમાં આયુષ્માન ભારતને લાગૂ કરીશું. 
- માફિયાઓ પર નકલ કસવાનું કામ કરીશું. 
- રોકાણકારો માટે ઇનવેસ્ટ બાંગ્લા
- જૂથ ઉદ્યોગોનું આધુનિકરણ
- રાજકીય હિંસઓની તપાસ કરાવીશું
- 4 મેગા પાર્ક, 1 ચા પાર્કની સ્થાપના કરીશું
- સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપશે
- પુરૂલિયામાં એરપોર્ટ બનાવવામાં આવશે.
- ખેડૂત સન્માન નિધિ યોજનાને લાગૂ કરશે
- કૃષક સુરક્ષા એમએસપી ફંડ બનાવશે
- પીએમ મત્સ્ય યોજનાને લાગૂ કરીશુ
- તહેવારો માટે કોર્ટમાંથી મંજૂરી લેવી નહી પડે
- પબ્લિક ટ્રાંસપોર્ટમાં મહિલાને મફત મુસાફરી
- ધાર્મિક સ્થળો માટે આધુનિકરણ
- આધુનિકરણ માટે 100 કરોડનું બજેટ
- રેલ પ્રોજેક્ટને પુરો કરીશું
- ગંગાસાગરના મેળાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ અપાવીશું
- મંદિરના નવીનીકરણ માટે 100 કરોડનું ફંડ
- બોર્ડર પર ફેસિંગ, સીસીટીવી લગાવીશું
- 3 વર્ષ પહેલાં રોકાયેલી ખેડૂત યોજનાનો પુરો લાભ આપીશું
- બાંગ્લાનો અભ્યાસ 10મા સુધી જરૂરી રહેશે
-બસ સેવા અને પોર્ટનું આધુનિકરણ
- ગૌ તસ્કરી પર પ્રતિબંધ લગાવીશું.
- MSME હેઠળ 10 લાખની લોન આપીશું
- 2 રૂપિયા પ્રતિ યૂનિટ આપીશું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news