ઓડિશા જનસંવાદ રેલીમાં અમિત શાહનો કટાક્ષ, વિપક્ષના વક્રદ્રષ્ટા આજે અમારા પર સવાલ ઉઠાવે છે


 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોશિયલ ડિસ્ટેન્સિંગની સલાહ આપી છે પરંતુ ભાજપ અને લોકો વચ્ચે એમ ન થઈ શકે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં અમે વર્ચુઅલ રેલીઓ દ્વારા લોકો સાથે સંપર્ક કરી રહ્યાં છીએ. 
 

ઓડિશા જનસંવાદ રેલીમાં અમિત શાહનો કટાક્ષ, વિપક્ષના વક્રદ્રષ્ટા આજે અમારા પર સવાલ ઉઠાવે છે

ભુવનેશ્વરઃ કોરોના વાયરસ  (Coronavirus)ના વધતા મામલાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓડિશા (Amit Shah)માં એક જન સંવાદ રેલી (Jan Samvad Rally)ને સંબોધિત કરી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા નિશાન સાધ્યા છે. અમિત શાહે કહ્યુ કે, વિપક્ષની કેટલિક વક્રદ્રષ્ટા આજે અમારા પર સવાલ ઉઠાવે છે તો હું તેમને પૂછુ છું કે તેમણે શું કર્યું છે. 

શાહે કહ્યુ, 'કોઈ સ્વીડનમાં, કોઈ અમેરિકામાં લોકો સાથે વાત કરે છે, આ સિવાય શું કર્યું તમે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તત્કાલ સહાયતા માટે 1.7 લાખ કરોડ રૂપિયા જરૂરીયાતમંદો માટે આપ્યા છે.' તેમણે કહ્યુ, હવે ઓડિશાને ભારતીય જનતા પાર્ટીનો અભેધ ગઢ બનાવવાનું કામ કરવું છે. આ ભારતનું સંસ્કાર કેન્દ્ર છે, તેને વિકસિત રાજ્ય હોવું જોઈએ. ઓડિશાનો કોઈપણ ભાઈ રોજગાર માટે બીજા પ્રદેશમાં ન જાય, તેવી પરિસ્થિતિ આપણે બનાવવી છે. આ કામ માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી શકે છે. 

ભાજપ અને લોકો વચ્ચે આ સંભવ નથી
અમિત શાહે વર્ચુઅલ રેલીને સંબોધિત કરતા તે પણ કહ્યુ કે, કોરોના વાયરસ એક વૈશ્વિક મહામારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોશિયલ ડિસ્ટેન્સિંગની સલાહ આપી છે પરંતુ ભાજપ અને લોકો વચ્ચે એમ ન થઈ શકે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં અમે વર્ચુઅલ રેલીઓ દ્વારા લોકો સાથે સંપર્ક કરી રહ્યાં છીએ. 

જમ્મૂ-કાશ્મીરઃ આ વર્ષે અત્યાર સુધી 93 આતંકીઓનો સફાયો, હજુ 125 એક્ટિવ  

આર્ટિકલ 370નો શાહે કર્યો ઉલ્લેખ
અમિત શાહે તે પણ કહ્યુ, ઘણી સરકારો બે તૃતીયાંસ બહુમતની સાથે આવી પરંતુ કોઈએ પણ આર્ટિકલ 370 અને 35એ હટાવવાનું સાહસ ન દેખાડ્યું. 5 ઓગસ્ટ 2019ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમાં બિલ લાવ્યા અને પછી આર્ટિકલ 370ની સાથે 35એના વિશેષાધિકારને સમાપ્ત કરવામાં આવ્યો હતો. શાહે કહ્યુ, ભારતીય જનતા પાર્ટીએ કોરોના વાયરસ મહામારી દરમિયાન 11 કરોડ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવ્યું છે. હું દિલથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, તેમની ટીમ અને બધા કાર્યકર્તાને શુભકામનાઓ આપુ છું.

રામ મંદિર પર ચોક્કસ રીતે રાખ્યો પક્ષ
શાહે કહ્યુ, શ્રી રામ જન્મભૂમિ વિવાદ વર્ષોથી ચાલી રહ્યો હતો. કરોડો લોકો રાહ જોતા હતા કે ક્યારે રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર બનશે. મોદી સરકારને બીજીવાર બહુમત મળ્યો, ચોક્કસ રીતે પોતાનો પક્ષ રાખવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિના પક્ષમાં નિર્ણય આપ્યો છે. 

કોંગ્રેસ પર અમિત શાહનું નિશાન
ગૃહમંત્રીએ તે પણ કહ્યુ, કોંગ્રેસ સરકારમાં મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા, ત્યારે તેમણે RECPના નિગોશિએશનની શરૂઆત કરી હતી. જો RECP પર સહી થઈ ગઈ હોત તો નાના વેપારી, ઉદ્યોગ શાહસિકો, પશુપાલન, કિસાન, મત્સ્ય ઉદ્યોગ આ બધા પોતાનું જીવન સારી રીતે જીવી શકત. નરેન્દ્ર મોદીએ આરઈસીપીની બેઠકમાં કહ્યું કે, આ દેશ ગાંધીનો દેશ છે. ગરીબ, કિસાન, નાના મજૂર અને મારા માછીમારો ભાઈઓને દગો ન કરી શકીએ, તેમના હિતમાં વિચારવું જોઈએ. જો આપણે આરઈસીપીથી બહાર થયા અને આજે દરેક નાના વેપારી, ઉદ્યમી પોતાને બચેલા અનુભવી રહ્યાં છે. 

શાહના ભાષણની પાંચ મોટી વાતો
1. જ્યારે તોફાન આવ્યું તો પોતાનો જીવ જોખમમાં મુકીને પીએમ મોદી ઓડિશાવાસીની સાથે ઉભા રહ્યા.
2. અમ્ફાન તોફાનની થયેલા નુકસાનની ભરપાઈ  માટે 500 કરોડ રૂપિયા પ્રાથમિક તરીકે આપ્યા. 
3. 13માં નાણા આયોગમાં કોંગ્રેસ સરકારે 79 હજાર કરોડ રૂપિયા ઓડિશાને આપ્યા હતા. 
4. મોદી સરકારે 2.11 લાખ કરોડ રૂપિયા 14માં નાણા આયોગ હેઠળ ઓડિશાને આપ્યા છે.
5. ખોદરામાં પાઇકા સ્મારક માટે 100 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી મોદીએ આપ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news