સોલાનમાં બિલ્ડિંગ પડતા 7 નાં મોત, સેનાનાં 18 જવાન અને 5 લોકોને કાટમાળમાંથી કઢાયા
હિમાચલ પ્રદેશનાં સોલનનાં કુમારહટ્ટી-નાહન હાઇવેના કિનારે બનેલ સેહન ઢાબા અને ગેસ્ટહાઉસની બિલ્ડિંગ પડી ગઇ
Trending Photos
સોલન: હિમાચલ પ્રદેશનાં સોલનનાં કુમારહટ્ટી- નાહન હાઇવેના કિનારે બનેલા સેહજ ઢાબા અને ગેસ્ટહાઉસનું બિલ્ડિંગ પડી ગયું હતું. આ બિલ્ડિગમાં અનેક લોકો દબાયાના હતા. જેમાં 35 જવાનો હોવાની આશંકા હતી. જો કે અત્યાર સુધી કાટમાળની નીચે દબાયેલા 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી 18 સેનાનાં જવાનોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર હજી પણ 12 સેનાનાં જવાનો ફસાયેલા છે. જ્યારે આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત પણ થઇ ગયા છે. જેમાં એક મહિલા છે જે હોટલ માલિકની પત્ની હતી. જ્યારે 6 જવાનોનાં આ દુર્ઘટનામાં મોત થઇ ચુક્યા છે.
હિમાચલ પ્રદેશના સોલનનાં કુમારહટ્ટી-નાહન હાઇવેનાં કિનારે બનેલ સેહજ ઢાબા અને ગેસ્ટહાઉસનું બિલ્ડિંગ તુટી પડ્યું હતું. આ બિલ્ડિંગની નીચે અનેક લોકો દબાઇ ગયા છે. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગના કાટમાળમાં દબાયેલા લોકોમાં ભારતીય સેનાના 30-35 જવાનો પણ છે. આ જવાનો બસમાં ક્યાંક જઇ રહ્યા હતા અને અહીં જમવા માટે રોકાયા હતા. માહિતી મળતાની સાથે જ અધિકારીઓ દોડતા થયા છે. અહીં હાલ ભારે વરસાદ પણ તઇ રહ્યો છે હોવાનાં કારણે રાહત અને બચાવ કાર્યમાં સમસ્યા થઇ રહી છે. સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે.
હિમાચલ પ્રદેશનાં સોલાનમાં ભારે વરસાદનાં કારણે એક બિલ્ડિંગ પડી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના સ્થળ પર લોકોને કાટમાળમાંથી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થઇ ચુક્યા છે અને 22 લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે. બિલ્ડીંગના કાટમાળમાં 30 ભારતીય સેનાનાં જવાન અને 7 અન્ય લોકો ફસાયેલા હતા. તેમાંથી 18 જવાનો અને 5 લોકોને કાટમાળમાંથી સુરક્ષીત કાઢી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાટમાળમાંથી 2 લોકોનાં શબ પણ કાઢવામાં આવ્યા હતા. હજી પણ 14 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. રેસક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. આ બિલ્ડિંગનાં કાટમાળમાં સેનાનાં 30 જવાનોની સાથે અન્ય અનેક લોકો પણ કાટમાળમાં ફસાયેલા હતા.
80% મુદ્દાઓ પર સહમતિ થઈ, કરતારપુર કોરિડોર પર ભારત સાથે વધુ એક બેઠક કરીશું: પાકિસ્તાન
હિમાચલ પ્રદેશમાં ગત્ત ઘણા દિવસોથી મુશળધાર વરસાદ થઇ રહ્યો છે. શનિવારે પણ આવી જ દુર્ઘટના થઇ હતી. હિમાચલ પ્રદેશનાં સોલનમાં માર્ગ પરથી પસાર થઇ રહેલ ગાડીના તે સમચે ચિથરા ઉડી ગયા જ્યારે તે કાટમાળની સાથે હોટલનાં રિસેપ્શનને તોડીને નદી નજીક પડી હતી.
VIDEO: મુકુલ રોયના નિવેદનથી પ.બંગાળમાં ખળભળાટ, કર્ણાટક-ગોવા જેવા થશે હાલ?
શનિવારે અહીં એટલો જોરદાર વરસાદ થયો કે ગત્ત તમામ રેકોર્ડ તુટીગ યા. નદી અને નાળા એટલા ગાંડા તુર થઇને વહી રહ્યા છે. પરિણામે મોટા પ્રમાણમાં કિચડ અને કાટમાળ તુટી પહે છે. હોટલો, મકાનો અને કૈંપિંગ સાઇટોમાં ઘુસી જઇ રહ્યા છે. આ દરમિયાન હોટલ, કેમ્પિંગ સાઇટો અને મકાનોને ભારે નુકસાન પહોંચી રહ્યા છે. સોલન ચાયલ માર્ગ અનેક કલાકોથી બંધ છે જેના કારણે ટૂરિસ્ટને ભારે પરેશાની ઉઠાવવી પડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે