Himachal Pradesh Exit Poll 2022 Live: હિમાચલમાં 40 સીટો સાથે BJP બની સૌથી મોટી પાર્ટી, જાણો AAP અને કોંગ્રેસની સ્થિતિ

Himachal Pradesh Exit Poll Result Live Updates: ZEE NEWS માટે આ એક્ઝિટ પોલ (EXIT POLL) BARC દ્વારા કરવામાં આવ્યો છે. તેમાં હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા સીટોના લોકોને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. આ ચૂંટણીના પરિણામ નથી, ફક્ત EXIT POLL છે. આ ચૂંટણીના પરિણામ તરફ ઇશારો કરે છે. EXIT POLL માં (+/-) 5 ટકા Margin Of Error હોઇ શકે છે. 
 

Himachal Pradesh Exit Poll 2022 Live: હિમાચલમાં 40 સીટો સાથે BJP બની સૌથી મોટી પાર્ટી, જાણો AAP અને કોંગ્રેસની સ્થિતિ

Himachal Pradesh Assembly Election Exit Poll Live Updates: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Himachal Pradesh Assembly Election)બાદ આજના એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. આજના એક્ઝિટ પોલના પરિણામોમાં બદલશે કે નહી તેનો જવાબ 8 ડિસેમ્બરના રોજ થનાર મતગણ્તરી બાદ ખબર પડશે. હિમાચલ પ્રદેશના વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરને વોટ નાખવામાં આવ્યા. અહીંની 68 વિધાનસભા સીટો પર 76 ટકા મતદાન થયું. 

ગત એટલે 2017 ના હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કુલ 68 સીટોમાંથી 44 સીટો પર જીત પ્રાપ્ત થઇ હતી અને આ પ્રકારે ભાજપ બહુમતના આંકડાથી આગળ નિકળી ગઇ હતી. તો બીજી તરફ કોંગ્રેસને 21 સીટો અને માકપાને એક સીટ પર જીત મળી હતી. આ ઉપરાંત બે અપક્ષ ઉમેદવારોએ પણ બાજી મારી હતી. હિમાચલ એવો પ્રદેશ રહ્યો છે જ્યાં 42 વર્ષોથી જનતાએ બે જ પાર્ટીઓ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, એ છે ભાજપ અને કોંગ્રેસ. પરંતુ આ વખતે અહીં આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી લડી છે. હવે જોવાનું એ છે કે શું તે દિલ્હીની માફક જનતાનો વિશ્વાસ જીતી શકશે, અથવા પછી ભાજપ અને કોંગ્રેસમાં કોઇ એકને કમાન મળશે? 

મુખ્યમંત્રીનો મનપસંદ ચહેરો કોણ? 
- જ્યરામ ઠાકુના પક્ષમાં 35 ટકા લોકો.
- કોંગ્રેસની પ્રતિભા સિંહના પક્ષમાં 18 ટકા લોકો.
- અનુરાગ ઠાકુરના પક્ષમાં 12 ટકા લોકો.
- મુકેશ અગ્નોહોત્રીના પક્ષમાં 9 ટકા લોકો.
- સુખવિંદર સિંહ સુક્ખૂના પક્ષમાં 8 ટકા લોકો.
- આશા કુમારીના પક્ષમાં 8 ટકા લોકો.
- હર્ષવર્ધન ચૌહાણના પક્ષમાં 8 ટકા લોકો.
- અન્યના પક્ષમાં 5 ટકા લોકો. 

કેવો રહ્યો સીએમનો કાર્યકાળ? 
હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરનો કાર્યકાળ કેવો રહ્યો? તેના પર 35 ટકા લોકોએ સારો ગણાવ્યો, જ્યારે 42 ટકા લોકોએ થોડી હદે સારો ગણાવ્યો. તો બીજી તરફ 20 ટકા લોકોએ કહ્યું કે સીએમનો કાર્યકાળ એકદમ ખરાબ રહ્યો અને 3 ટકા લોકોએ કહ્યું કે આ વિશે અમે કંઇ કહી ન શકીએ. 

હિમાચલમાં પીએમ મોદી કેટલા પ્રભાવશાળી? 
હિમાચલમાં 48 ટકા લોકોએ કહ્યું કે પીએમ મોદી સૌથી વધુ પ્રભાવશાળી રહ્યા. તો બીજી તરફ 35 ટકા લોકોએ કહ્યું કે કેટલીક હદ સુધી પીએમ મોદી પ્રભાવશાળી રહ્યા. આ ઉપરાંત 12 ટકાએ કહ્યું કે તેમના હોવાથી કોઇ ફરક પડતો નથી અને 5 ટકાએ કહ્યું કે આ વિશે કંઇપણ કહેવું મુશ્કેલ છે. 

હિમાચલમાં કોની સરકાર? 
હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલમાં ભાજપને 35 થે 40 સીટો મળતી જોવા મળે છે. કોંગ્રેસને 20 થી 25 સીટો મળી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 0 થી 3 સીટો મળી શકે છે. આ ઉપરાંત અન્યના ખાતામાં 0 થી 5 સીટો જતી જોવા મળી રહી છે. 

કેવો રહ્યો ભાજપનો કાર્યકાળ? 
હિમાચલના 28 ટકા લોકોએ કહ્યું કે ભાજપનો કાર્યકાળ ખૂબ સારો રહ્યો. 38 ટકા લોકોએ કહ્યું કે કેટલીક હદે સારો રહ્યો. તો બીજી તરફ 30 ટકા લોકોએ કહ્યું કે એકદમ ખરાબ રહ્યો અને 4 ટકા લોકોએ કહ્યું કે તેના વિશે કંઇ ન કહી શકીએ. 

હિમાચલનો વોટ શેર કેવો રહ્યો? 
હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં વોટ શેરના મામલે ભાજપે બાજી મારી લીધી છે. જોકે કોંગ્રેસ પણ વધુ પાછળ નથી. ભાજપને 47 ટકા વોટ મળતા દેખાઇ રહ્યા છે તો કોંગ્રેસને 41 ટકા વોટ મળવાની સંભાવના છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી તથા અન્યને 10 ટકા વોટ મળી શકે છે. 

હિમાચલમાં રાજ બદલાશે કે રિવાજ બદલાશે? 
ગત વખતે હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 44, કોંગ્રેસને 21 અને અન્યના ખાતામાં 3 સીટો ગઇ હતી. આ વખતે આમ આદમી પાર્ટીના રૂપમાં ત્રીજા ખેલાડીની એન્ટ્રી થઇ ગઇ છે. એ વાતની સંભાવના છે કે આમ આદમી પાર્ટી મોટો ખેલ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news